આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે સત્તાની રૂએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે જિલ્લાની તમામ બેન્કો, એ.ટી.એમ સેન્ટરો, સોના -ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાત વેચનાર દુકાનો, શો રૂમો, શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, શોપીંગ સેન્ટરો, કોમર્શીયલ સેન્ટરો, ગેસ્ટ હાઉસો. 20 થી વધુ બેઠક ધરાવતી રેસ્ટોરન્ટો, લોજીંગ-બોડીંગ, ધર્મશાળા, અતિથિગૃહ, વિશ્રામગૃહ, બહુમાળી બિલ્ડીંગો, મોટા ઔધોગિક એકમો, જિલ્લાના હાઇવે પરના તમામટોલ પ્લાઝા, પેટ્રોલ પંપો, હોટલો પર તાલીમ પામેલા માણસોને સીક્યુરીટી માટે મેટલ ડીટેક્ટર સાથે ફરજ ઉપર નિયુક્ત કરવા આદેશ કરાયો છે.

આ ઉપરાંત પ્રવેશદ્વાર કે રીસેપ્શન કાઉન્ટર પર લોબી, બેઝમેન્ટ પાર્કિંગની જગ્યા પર સીસીટીવી નાઇટ વીઝન કેમેરા લગાવવા માટેનો આદેશ કર્યો છે. આ કેમેરાનું રેકોર્ડીંગ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવા અને કેમેરા સતત 24 કલાક ચાલુ રાખવાનો પણ આદેશ કરાયો છે. સી.સી ટીવી કેમેરાની ગોઠવણ કરતી વખતે જાહેરનામા મુજબની ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ કામગીરી જાહેરનામું બહાર પડેથી સાત દિવસમાં કરવાની સુચના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ આપી છે.

વધુમાં નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓએ પણ તમામની બેઠક બોલાવી આનો સંપુર્ણ પણે અમલ કરાવવાનો આદેશ કરાયો છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરા ગોઠવણી કરતી વખતે પણ સુરક્ષાની તમામ બાબતોને આવરી લેવાઇ છે. કે કેમ તેનું ખાસ ધ્યાન રાખવાનું સુચન કરાયું છે. આ જાહેરનામાનો અમલ તા.4 નવેમ્બર 2019 સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 તથા ગુ.પો. અધિ. ક.135 મુજબ શિક્ષાને પાત્ર ગણાશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું છે.

20 Sep 2020, 3:30 AM (GMT)

COVID-19 Global Stats

30,984,020 Total Cases
961,400 Death Cases
22,583,400 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code