ભાગદોડ@મહેસાણા: પોલીસે 7 જગ્યાએ ધાબો બોલી દીધો: 6 બુટલેગરો હવે જેલમાં નિંદર માણશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરમાં દેશી-વિદેશી દારૂના અડ્ડાનો જમાવડો કરી બેઠેલા બુટલેગરોની કેટલાક દિવસથી પોલીસે ઉંઘ હરામ કરી મુકી છે. મંગળવારની વહેલી સવારમા જ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એ-બી ડીવીઝન પોલીસે સંયુકત ઓપરેશન કરી 7 જગ્યાઓ ઉપરથી દારૂ ઝડપી લીધો હતો. બુટલેગરોએ ખાખીનો કાફલો જોતાં ઉંઘ ઉડી ગઈ હતી. અને 6 આરોપીઓને ઝડપી લેતા બાકી
 
ભાગદોડ@મહેસાણા: પોલીસે 7 જગ્યાએ ધાબો બોલી દીધો: 6 બુટલેગરો હવે જેલમાં નિંદર માણશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં દેશી-વિદેશી દારૂના અડ્ડાનો જમાવડો કરી બેઠેલા બુટલેગરોની કેટલાક દિવસથી પોલીસે ઉંઘ હરામ કરી મુકી છે. મંગળવારની વહેલી સવારમા જ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એ-બી ડીવીઝન પોલીસે સંયુકત ઓપરેશન કરી 7 જગ્યાઓ ઉપરથી દારૂ ઝડપી લીધો હતો. બુટલેગરોએ ખાખીનો કાફલો જોતાં ઉંઘ ઉડી ગઈ હતી. અને 6 આરોપીઓને ઝડપી લેતા બાકી રહેલી નિંદર જેલમાં પુરી કરવાનો વારો આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ભાગદોડ@મહેસાણા: પોલીસે 7 જગ્યાએ ધાબો બોલી દીધો: 6 બુટલેગરો હવે જેલમાં નિંદર માણશે

મહેસાણા જિલ્લામાં બુટલેગરો દારૂના ગેરકાયદેસર ધંધામાં બેફામ કમાણી કરતા હતા. કડી પોલીસના દારૂકાંડ બાદ શહેરમાં અનેક દેશી-વિદેશી દારૂના અડ્ડા ચાલતા હોવાની માહિતી મળી હતી. જેથી નવીન એસપી પાર્થરાજસિહની પ્રોહિબીશનના ગુના રોકવાની કડક સુચનાથી ખાખીનુ સિંઘમરૂપ સામે આવ્યુ છે. મંગળવારે સવારે 6 વાગે આંબાવાડી, મગપરા, સુખાપરા, ટી.બી.રોડ, શંકરપુરા, રેલનગર, રાજી બ્રિગેડ નગરમાં LCB PI પૃથ્વીસિહ એ. પરમારની ટીમ સાથે મહેસાણા એ-બી ડીવીઝન પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધર્યું હતું. ઉપરોક્ત અલગ અલગ જગ્યાએથી 50 લીટર દારૂ, 600 લીટર વોશ, 10 બેરલ સાથે 9000ના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી લીધા હતા. જેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાગદોડ@મહેસાણા: પોલીસે 7 જગ્યાએ ધાબો બોલી દીધો: 6 બુટલેગરો હવે જેલમાં નિંદર માણશે

સુત્રોએજણાવ્યું હતું કે, વહેલી સવારે પોલીસ કાફલો રોડ ઉપર જોઈ મંગળવારે પણ નિરંતર મોટી કાર્યવાહી થવાના સંકેત મળ્યા હતા. ઉપરાછાપરી દારૂના અડ્ડા ઉપર રેડ પડતાં બુટલેગરોમાં ભાગંદોડ મચી છે. કેટલાક તો ભૂગર્ભમાં ઊતરી ગયા છે.

ભાગદોડ@મહેસાણા: પોલીસે 7 જગ્યાએ ધાબો બોલી દીધો: 6 બુટલેગરો હવે જેલમાં નિંદર માણશે

ઉલ્લેખનીય છે કે, સોમવાર અને મંગળવારની સવારમાં પોલીસ બુટલેગરોને ગુડ મોર્નિંગ કહેતી હોય તેમ બે જ દિવસમાં 13 સ્થળો ઉપરથી 18 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આમ, બેફામ બનેલા બુટલેગરો ઉપર પોલીસની ધનાધન બેટીંગથી બુટલેગરોને ભાગવાનો મોકો મળ્યો નથી. બીજીતરફ કડી પોલીસ દારૂકાંડ બાદ સખત કાર્યવાહીથી જિલ્લા પોલીસનો જુસ્સો વધી ગયો છે.