મહેસાણાઃ અનુંસુચિત જાતિ-જનજાતિના વિધાર્થીઓને પ્રીટ્રેનીંગ અપાશે

અટલ સમાચાર, મહેસાણા પોલીસ લશ્કર અને અર્ધ લશ્કરી જેવા કે બી.એસ.એફ., એ.એફ.સી.આર.,પી.એફ.સી.,આઇ.એસ.એફ, એસ.એસ.બી.માં ભરતી થવા ઇચ્છુક અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ધોરણ 12 પાસ યુવાનો-યુવતીઓ માટે પૂર્વ તાલીમ શીબીરનું આયોજન પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ડિસેમ્બર 2019ના માસમાં કરાયું છે. આ ભરતી પ્રી-ટ્રેનિંગમાં લાયકાત ધરાવતા યુવક-યુવતીઓ મહેસાણા જિલ્લાના કોઇપણ નજીકના પોલીસ સ્ટેશનમાં પોતાની અરજી 19 નવેમ્બર સુધીમાં
 
મહેસાણાઃ અનુંસુચિત જાતિ-જનજાતિના વિધાર્થીઓને પ્રીટ્રેનીંગ અપાશે

અટલ સમાચાર, મહેસાણા

પોલીસ લશ્કર અને અર્ધ લશ્કરી જેવા કે બી.એસ.એફ., એ.એફ.સી.આર.,પી.એફ.સી.,આઇ.એસ.એફ, એસ.એસ.બી.માં ભરતી થવા ઇચ્છુક અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ધોરણ 12 પાસ યુવાનો-યુવતીઓ માટે પૂર્વ તાલીમ શીબીરનું આયોજન પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ડિસેમ્બર 2019ના માસમાં કરાયું છે.

આ ભરતી પ્રી-ટ્રેનિંગમાં લાયકાત ધરાવતા યુવક-યુવતીઓ મહેસાણા જિલ્લાના કોઇપણ નજીકના પોલીસ સ્ટેશનમાં પોતાની અરજી 19 નવેમ્બર સુધીમાં મોકલી આપવાની રહેશે. પોલીસ હેડ ક્વાર્ટસ મહેસાણા ખાતે રહેવા તથા જમવાની વિનામૂલ્યે સગવડ આપવામાં આવનાર છે. આ તાલીમમાં મર્યાદીત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ મોકલી આપવા નાયબ પોલીસ અધિક્ષકની અખબારી યાદીમાં જણાવાયું છે