મહેસાણા: આંગણવાડી કેન્દ્રોના અતિ કુપોષીત બાળકો માટે કાર્યક્રમ હાથ ધરાયો

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે. જિલ્લામાં અતિ ઓછા વજનવાળા બાળકોનું મોનીટરીંગ અને કુપોષણ નિવારણ માટે ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.જિલ્લામાં ૧૧૯૬ જેટલા અતિકુપોષીત બાળકો માટે ખાસ તપાસણી કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ ઉપરાંત જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે સમાજ સંગઠનો દ્વારા પણ પહેલ કરાઇ છે. મહેસાણા
 
મહેસાણા: આંગણવાડી કેન્દ્રોના અતિ કુપોષીત બાળકો માટે કાર્યક્રમ હાથ ધરાયો

અટલ સમાચાર,મહેસાણા 

મહેસાણા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે. જિલ્લામાં અતિ ઓછા વજનવાળા બાળકોનું મોનીટરીંગ અને કુપોષણ નિવારણ માટે ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.જિલ્લામાં ૧૧૯૬ જેટલા અતિકુપોષીત બાળકો માટે ખાસ તપાસણી કાર્યક્રમનું આયોજન કરાયું છે.આ ઉપરાંત જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માટે સમાજ સંગઠનો દ્વારા પણ પહેલ કરાઇ છે. મહેસાણા જિલ્લાની વિસનગર એ.પી.એમ.સી દ્વારા વિસનગર તાલુકાના ૨૪૭ અતિકુપોષીત બાળકોને દત્તક લઇ નવી પહેલ કરી છે.

મહેસાણા: આંગણવાડી કેન્દ્રોના અતિ કુપોષીત બાળકો માટે કાર્યક્રમ હાથ ધરાયો

એ.પી.એમ.સી વિસનગર દ્વારા તાલુકાના ૨૪૭ અતિકુપોષીત બાળકોને સીંગ,ગોળ,ચણા,ખજુર સહિત પ્રોટીન વિથ વિટામીન્સ મિનરલ્સ એન્ડ ડીએચએ પાઉડર અને દુધ આપવામાં આવનાર છે. જે માટે એ.પી.એમ.સી વિસનગરને માસિક રૂ.૯૯૩૩૫ રૂપિયાનો ખર્ચ થનાર છે. વિસનગર તાલુકા બાળકોને દત્તક લઇ સુપોષીત કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે જિલ્લાનો સામુહિક,સાતત્યપુ્ર્ણ અને સર્વાંગિ વિકાસ માટે જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવો અનિર્વાય છે. જિલ્લા કક્ષાએ વહીવટીતંત્ર દ્વારા ટાસ્કફોર્સ, એકશન પ્લાન અને ફોલોઅપ કરી આ માટે કમર કસી રહ્યુ છે. તેમણે જિલ્લાને સંપુર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટે સમાજ સંગઠનો,સેવાભાવી સંસ્થાઓ અને જનસમુદાયને અપીલ કરી હતી.

મહેસાણા: આંગણવાડી કેન્દ્રોના અતિ કુપોષીત બાળકો માટે કાર્યક્રમ હાથ ધરાયો

જિલ્લા વિકાસ અધિકારીએ ઉમેર્યું હતું કે જિલ્લા કક્ષાએ બાળકોનું વજન,મેડીકલ ટ્રીટમેન્ટ,પોષણ યુક્ત આહાર આપી બાળકોને બાલવીર બનાવવા માટે કામ થઇ રહ્યું છે જેમાં વિસનગર એ.પી.એમ.સી જેવી સંસ્થાઓ સહયોગ આપી રહી છે.રાજ્ય સરકારે આંગણવાડી બાળકો સાથે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ માટે પણ આર્યન ટેબ્લેટ, રેડી-ટુ-ઇટ પોષક આહાર, દૂધ સંજીવની તહેત પોષણયુક્ત દૂધ વગેરે પૂરાં પાડીને સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ કર્યો છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

કાર્યક્રમમાં અતિકુપોષીત બાળકોને એ.પી.એમ.સી દ્વારા પોષણ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રાન્ત અધિકારી વિસનગર,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલ,જિલ્લા રજિસ્ટ્રાર ,આઇ.સી.ડી.એસના ગૌરીબેન સોલંકી,પદાધિકારીઓ,અધિકારીઓ.એ.પી.એમ.સી વિસનગરના ડિરેકટરો ઉપસ્થિત રહ્યા હતા