મહેસાણાઃ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહેસૂલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને મહેસૂલી કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં વિવિધ મુદે મહત્વની ચર્ચા હાથ ધરવા સાથે પડતર કામોની પૂર્તતા કરવા માટેની તાકીદ કરવામાં આવી હતી.. જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં ઓનલાઇન એપ્લીકેશનની અરજીઓની ચકાસણી અને સમયમર્યાદામાં નિકાલની સમીક્ષા,આર.એફ.એમ.એસ ઉપર ૯૦ દિવસથી વધુ સમયની પડતર અરજીઓના
 
મહેસાણાઃ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મહેસૂલી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને મહેસૂલી કામગીરીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં વિવિધ મુદે મહત્વની ચર્ચા હાથ ધરવા સાથે પડતર કામોની પૂર્તતા કરવા માટેની તાકીદ કરવામાં આવી હતી.. જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં ઓનલાઇન એપ્લીકેશનની અરજીઓની ચકાસણી અને સમયમર્યાદામાં નિકાલની સમીક્ષા,આર.એફ.એમ.એસ ઉપર ૯૦ દિવસથી વધુ સમયની પડતર અરજીઓના બાકી પ્રકરણો,તુમારની સમીક્ષા,સી.એમ.ડેશ બોર્ડની સમીક્ષા,સીટી સર્વે કચેરી,મામલતદાર કચેરી ખાતે ઇ-ધારા ખાતે ૯૦ દિવસ ઉપરની હકકપત્રકની બાકી નોંધોની સમીક્ષા સમીક્ષા કરાઇ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઇ-ધરા કેન્દ્ર ખાતે ૪૦ દિવસ ઉપરની બાકી હુકમી નોંધોની સમીક્ષા,ડીઝીટલ ગુજરાત અંતર્ગત અરજીઓની સમીક્ષા,પ્રાન્ત અધિકારી,મામલતદાર મામલતદાર અને કૃષિપંચની કચેરીઓએ તમામ કેસો આઇ-આર.સી.એમ.એસમાં ૧૦૦ ટકા નોંધ કરવા કેસોનો સમય મર્યાદામાં નિકાલ કરવા એકશન પ્લાન અંગેની સમીક્ષા,નવી શરતની જમીન જુની શરતમાં ફેરવવાના નવા કેસોની પ્રગતિની સમીક્ષા,હકકપત્રક નોંધોના કાગળોનું સ્કેનીંગર અને અપલોડીંગ કરવની સમીક્ષા,પાણી પત્રકની કામગીરીની સમીક્ષા,ઓનલાઇન વારસાઇ,બોજો દાખલ અને બોજા મુક્તિ નોંધોની સમીક્ષા,રી-સર્વે પ્રમોલગેશન બાદ મળેલા વાંધાઓના નિકાલ પુનમાપણી બાદ દફતરી હુકમ કે.જે.પી અને વીએફ-૬માં નોંધ કરાવની સમીક્ષા,ટાઇટલ વેરીફિકેશન કામગીરીની સમીક્ષા,એસ.આઇ.ટીના કેસોની સમીક્ષા કરાઇ હતી.

આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા લગત કામગીરીની સમીક્ષા,સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી સંબધે પુર્વ તૈયારીની સમીક્ષા,કોવિડ-19 અંગેની સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, નાયબ કલેકટરઓ,પ્રાન્ત અધિકારીઓ, મામલતદાર,ડી.એલ.આર સહિત મહેસુલી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.