મહેસાણાઃ સરદાર પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ નિતીન પટેલે જણાવ્યું હતું કે સરદાર જન્મજયંતિની ઉજવણીનો દિવસ એટલે દેશની એકતા, અખંડિતતા,સંગઠન અને આંતર રાષ્ટ્રીય ગૌરવ વધારવાનો દિવસ છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવા માટે રાજ્યમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો
 
મહેસાણાઃ સરદાર પટેલની 144મી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની 144મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ નિતીન પટેલે જણાવ્યું હતું કે સરદાર જન્મજયંતિની ઉજવણીનો દિવસ એટલે દેશની એકતા, અખંડિતતા,સંગઠન અને આંતર રાષ્ટ્રીય ગૌરવ વધારવાનો દિવસ છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવા માટે રાજ્યમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે સમગ્ર દેશ ઉત્સાહ અને ઉમંગથી ભારતની એકતા માટે દોડ કરી રહ્યો છે. ભારતની એકતા માટેની આ દોડમાં મહેસાણા જિલ્લો પણ ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો છે. મહેસાણા જિલ્લાના પ્રજાજનોને આ ઐતિહાસિક દોડ માટે નાયબ મુખ્યમંત્રીએ હાર્દિક શુભકામના અને અભિનંદન પાઠવ્યા હતા.

સરદાર સાહેબની જન્મ જ્યંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા શહેરમાં દુધ સાગર ડેરીના સામેના સર્વિસ રોડથી મોઢેરા ચોકડી સરદાર પટેલ પ્રતિમા સુધી નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુંભાવો અને નગરજનોએ દોડ લગાવી હતી જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, વિવિધ સંસ્થાઓના સભ્યો, તેમજ શહેરીજનોએ રન ફોર યુનિટીમાં ઉત્સાહથી ભાગ લીધો હતો.

નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુંભાવોએ લીલીઝંડી આપી એકતા દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. એકતા દોડમાં વિવિધ સમાજનો જનસમુદાય, સંસ્થાઓ, સાયકલ ચાલકો, વિધાર્થીઓ દોડ્યા હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી, સસંદ સભ્ય સહિતના મહાનુંભાવોએ સરદારની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી ભાવાંજલી અર્પણ કરી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સંસદ સભ્ય શારદાબેન પટેલ, ધરાસભ્ય  ઋષિકેશભાઇ પટેલ, કરશનભાઇ સોલંકી, રમણલાલ પટેલ,આશાબેન પટેલ,અજમલજી ઠાકોર, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, નગરજનો, પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.