મહેસાણા: 23 ફેબ્રુઆરી સુધી KCC કાર્ડ ઇસ્યુ કરવાની ખાસ ઝુંબેશ

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલે બેંકર્સ તેમજ તમામ ખાતાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને પ્રધાનમંત્રી કિસાન યોજનાના મહેસાણા જિલ્લાના લાભાર્થી તમામ ખેડૂતોને સત્વરે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટેની ઝુંબેશમાં સહયોગ આપવા સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે, પીએમ કિસાન યોજના ઉપરાંત પશુપાલકોને નવા દિશા નિર્દેશો પ્રમાણે આ ઝુંબેશ હેઠળ કાર્ડ કાઢી આપવાના છે. અટલ
 
મહેસાણા: 23 ફેબ્રુઆરી સુધી KCC કાર્ડ ઇસ્યુ કરવાની ખાસ ઝુંબેશ

અટલ સમાચાર,મહેસાણા 

મહેસાણા જિલ્લા કલેકટર એચ.કે.પટેલે બેંકર્સ તેમજ તમામ ખાતાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજીને પ્રધાનમંત્રી કિસાન યોજનાના મહેસાણા જિલ્લાના લાભાર્થી તમામ ખેડૂતોને સત્વરે કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટેની ઝુંબેશમાં સહયોગ આપવા સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે, પીએમ કિસાન યોજના ઉપરાંત પશુપાલકોને નવા દિશા નિર્દેશો પ્રમાણે આ ઝુંબેશ હેઠળ કાર્ડ કાઢી આપવાના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા કલેકટરે વધુ માહિતી આપતાં જણાવ્યું કે, પીએમ કિસાન ના એક ખાતા હેઠળ પરિવારના એક થી વધુ લાભાર્થી હશે તો એ તમામને અલાયદા કેસીસી ભારત સરકારની સૂચના પ્રમાણે મળવાપાત્ર છે. હાલના ખાતેદારો ખેતી સાથે પશુપાલન અને માછીમારી કરતા હશે તો આ ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ઉમેરીને એમના કાર્ડની ધિરાણ મર્યાદા નવેસરથી નિર્ધારિત કરાશે.

મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું કે પીએમ કિસાન યોજના હેઠળ મહેસાણા જિલ્લાના ૨,૫૩,૪૧૦ જેટલા ખેડુતો નોંધાયા છે.જેમાંથી સરેરાશ ૧,૩૯,૦૦૦ જેટલા ખેડુતો કે.સી.સી કાર્ડ ધરાવે છે. જિલ્લામાં પી.એમ.કિસાન સન્માન નિધિના બાકી તમામ લાભાર્થી ખેડુતોને કે.સી.સી આપવામાં આવનાર છે.તેમણે જણાવ્યું હતું કે નવી સૂચના પ્રમાણે માછીમારો અને પશુપાલકોને પણ કેસીસી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

મહેસાણા: 23 ફેબ્રુઆરી સુધી KCC કાર્ડ ઇસ્યુ કરવાની ખાસ ઝુંબેશ

મહેસાણા જિલ્લામાં તા.૨૩મી ફેબ્રુઆરી સુધી ચાલનારી ઝુંબેશ હેઠળ જિલ્લાના ગ્રામસેવક, તલાટી, વીસીઈ તેમજ કૃષિ અને આત્માના અધિકારીઓને આ કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં ખેડૂતોને મદદરૂપ બનવા જણાવાયું છે. કે.સી.સી કાર્ડનો લાભ લેવા ખેડૂતોએ મુખ્યત્વે ૦૭-૧૨,૮/અ ,હક્ક પત્રક સહિત સરકાર દ્વારા નિર્ધારીત કરેલ અરજી સાથે સાધનિક દસ્તાવેજો જોડીને સંબંધિત બેન્કને અરજી કરવાની રહેશે. આ અંગેના અરજીપત્રકો. ખેડૂતો પીએમ કિસાનની વેબસાઈટ અને આઇ ખેડૂત પોર્ટલની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

જિલ્લામાં પી.એમ. કિસાનના ખેડૂત લાભાર્થીઓએ આવનારા સમયમાં આ ખાસ ઝુંબેશ દરમ્યાન આપની નજીકની સર્વિસ એરિયાની બેંક શાખાનો સંપર્ક કરી કિસાન ક્રેડીટ કાર્ડ મેળવવા જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવી. આ ખાસ ઝુંબેશ દરમ્યાન પશુપાલકો અને મત્સ્ય ઉદ્યોગ કરનારા તમામ લાભાર્થીઓને પણ કિસાન ક્રેડીટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવનાર છે.