મહેસાણાઃ 60 વર્ષથી ઉપરના સિનિયર સીટીજન માટે રમત-ગમતનું આયોજન કરાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા સંચાલિત મહેસાણા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન ભાઇઓ/બહેનો માટે ચેસ, કેરમ, યોગાસન, ટેનીસ ક્રિકેટ, રસ્સાખેંચ, એથ્લેટીક્સ, વોલીબોલ, સ્પર્ધામાં સામેલ કરવામાં આવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો આ રમત-ગમતમાં ભાગલેનાર ખેલાડીઓએ જિલ્લા રમત-ગમત અધિકારીની
 
મહેસાણાઃ 60 વર્ષથી ઉપરના સિનિયર સીટીજન માટે રમત-ગમતનું આયોજન કરાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, મહેસાણા દ્વારા સંચાલિત મહેસાણા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન ભાઇઓ/બહેનો માટે ચેસ, કેરમ, યોગાસન, ટેનીસ ક્રિકેટ, રસ્સાખેંચ, એથ્લેટીક્સ, વોલીબોલ, સ્પર્ધામાં સામેલ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ રમત-ગમતમાં ભાગલેનાર ખેલાડીઓએ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, બ્લોક નં-૧, ત્રીજોમાળ, બહુમાળી ભવન , રાજ મહેલ રોડ, મહેસાણા ખાતેથી સ્પર્ધાના ફોર્મ મેળવી તા-૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી ભરી રમત ગમતની કચેરીમાં જમા કરવાના રહેશે. ભાગ લેનાર ખેલાડીઓના આવનાર એન્ટ્રીના આધારે કાર્યક્રમની તારીખની જાણ કરવામાં આવશે. વધુ વિગત માટે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીના ફોન નં-૦૨૭૬૨ ૨૨૨૬૦૨ ઉપર સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા રમત-ગમત અધિકારી જણાવ્યું છે.