Thakor Sena Kadi
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા મહેસાણામાં રાજકીય ગરમાવો વધી ગયો છે. સંગઠનના જીલ્લા પ્રમુખ રામજી ઠાકોરે કોંગ્રેસ સાથે સમર્થન જાળવી રાખતા અન્ય આગેવાનો લાલઘૂમ બની રહયા છે. મહેસાણા ઠાકોરસેનામાં કેટલાંક અલ્પેશ તરફી તો કેટલાંક કોંગ્રેસ તરફી નિવેદનો આપતા ભાજપ અને કોંગ્રેસ માટે રાજકીય મેદાન તૈયાર થઇ રહયુ છે.

અલ્પેશના કોંગ્રેસ વિરોધી વલણથી મહેસાણા ઠાકોરસેના સંગઠનમાં રીતસરના બે ભાગ પડી ગયા છે. ઠાકોરસેનાના જીલ્લા પ્રમુખ અને ખેરાલુ વિધાનસભાના કોંગ્રેસના ભુતપુર્વ ઉમેદવાર રામજી ઠાકોરના વલણથી ભાજપ અને કોંગ્રેસ રાજી થયા છે. રામજી ઠાકોરનું ગ્રુપ કોંગ્રેસને સમર્થન આપવાની જયારે અલ્પેશ ઠાકોરનું ગ્રુપ તેના વિરોધી વલણની વાત કરી રહયુ છે. આવી સ્થિતિમાં ગણતરીના કલાકો વચ્ચે મહેસાણા જીલ્લા ઠાકોરસેનાની બેઠક બોલાવવા તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સંગઠનના આગેવાનો વચ્ચે વિરોધાભાસી નિવેદનો સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહયા છે ત્યારે બેઠકમાં શકિતપ્રદર્શન સાથે કોઇ એલાન કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. રામજી ઠાકોરની બેઠક દરમ્યાન અલ્પેશ સમર્થક યુવાનનું અપમાન થયુ હોવાના આક્ષેપ વચ્ચે સંગઠનમાં તિરાડ હોવાનું સ્પષ્ટ બન્યુ છે.

મહેસાણા જીલ્લામાં સૌથી વધુ પાટીદાર બાદ ઠાકોર સમાજના મત હોવાથી ઠાકોરસેનાના સંગઠનમાં પડેલી તિરાડ ભાજપ અને કોંગ્રેસને મોટી અસર કરી શકે છે. આવી સ્થિતિમાં મહેસાણા જીલ્લા ઠાકોરસેનાના મતો બંને પાર્ટી વચ્ચે વિભાજીત થતા અટકાવવા આગેવાનો અને રાજકીય સત્તાધિશો દોડધામ કરી રહયા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code