મહેસાણાઃ બાઈક ઝાડ સાથે અથડાતા બુટ્ટાપાલડીના ઈસમનું મોત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર બુટ્ટાપાલડીના જીતેન્દ્ર ભરતજી મફાજી કોઈ કામ અર્થે બાઈક લઈ જઈ રહ્યા હતા. પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી મોટરસાઈકલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા સવાર જીતેન્દ્ર ઠાકોરને શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ તેનું કરુણ મોત નિપજતાં
 
મહેસાણાઃ બાઈક ઝાડ સાથે અથડાતા બુટ્ટાપાલડીના ઈસમનું મોત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર બુટ્ટાપાલડીના જીતેન્દ્ર ભરતજી મફાજી કોઈ કામ અર્થે બાઈક લઈ જઈ રહ્યા હતા. પોતાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી મોટરસાઈકલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા સવાર જીતેન્દ્ર ઠાકોરને શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને લઈ તેનું કરુણ મોત નિપજતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માત અંગેની પોલીસે નોંધ કરી તપાસ ચલાવી રહી છે.