મહેસાણાઃ મતદાન કરવા જતા મહેશભાઈને એટેક આવતા મોત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા લોકસભામાં મતદાન દરમિયાન 1 વ્યક્તિનું મોત થઈ ગયાના આઘાત જનક સમાચાર આવ્યા છે. બપોરે મતદાન કરવા ગયેલા મહેસાણા શહેરના મહેશભાઈનું મોત થઈ ગયું છે. મહેસાણામાં આવેલી પરા લાયબ્રેરી ખાતે પોતાનું મત આપવા ગયેલા 50 વર્ષીય મહેશભાઈ શંકરભાઈનુ મોત થયું છે. તેઓને પરા લાઈબ્રેરીથી મહેસાણા લાઈન્સ હોસ્પિટલ દવાખાને લાવવામાં આવ્યા હતા. જ્યાં
 
મહેસાણાઃ મતદાન કરવા જતા મહેશભાઈને એટેક આવતા મોત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા લોકસભામાં મતદાન દરમિયાન 1 વ્યક્તિનું મોત થઈ ગયાના આઘાત જનક સમાચાર આવ્યા છે. બપોરે મતદાન કરવા ગયેલા મહેસાણા શહેરના મહેશભાઈનું મોત થઈ ગયું છે.

મહેસાણામાં આવેલી પરા લાયબ્રેરી ખાતે પોતાનું મત આપવા ગયેલા 50 વર્ષીય મહેશભાઈ શંકરભાઈનુ મોત થયું છે. તેઓને પરા લાઈબ્રેરીથી મહેસાણા લાઈન્સ હોસ્પિટલ દવાખાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર બાદ તેઓને મૃત જાહેર કર્યા છે. તેઓ પોતાનો વોટ આપી જ્યારે બહાર નીકળ્યા ત્યારે તેમને એટેક આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં મતદારનો શિકાર થઈ જતાં મહેસાણા જિલ્લા ચૂંટણી તંત્ર હરકતમાં આવ્યું છે. જાણવામાં આવેલ છે કે મહેશભાઈ મહેસાણા નગરપાલીકામાં બોર ઓપરેટરમાં ફરજ બજાવતા હતા.