મહેસાણાઃ મોઢેરાના સુર્યમંદિરમાં દ્રી દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે યોજાયેલ ઉત્તરાર્ધ મહોત્સવ આજે દેશ વિદેશમા ખ્યાતિ પામ્યો છે. ઉત્તરાર્ધ મહોત્સવએ સુર્યની પુજા સાથે સંકળાયેલ ઉત્સવ છે. દેશમાં કાશ્મીરનું માર્કડં મંદિર, કોર્ણાકનું સુર્યમંદિર અને મોઢેરાનું સુર્યમંદિર પ્રચલિત છે. રાજ્યની સંસ્કૃતિ અને સંસ્કારોનું આદાન પ્રદાન અને સંગીત નૃત્ય જેવી કલાઓના ખજાનાઓથી ભરપૂર આ ઉત્સવ ઉજવામાં આવે છે જેનું આજે
 
મહેસાણાઃ મોઢેરાના સુર્યમંદિરમાં દ્રી દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે યોજાયેલ ઉત્તરાર્ધ મહોત્સવ આજે દેશ વિદેશમા ખ્યાતિ પામ્યો છે. ઉત્તરાર્ધ મહોત્સવએ સુર્યની પુજા સાથે સંકળાયેલ ઉત્સવ છે. દેશમાં કાશ્મીરનું માર્કડં મંદિર, કોર્ણાકનું સુર્યમંદિર અને મોઢેરાનું સુર્યમંદિર પ્રચલિત છે. રાજ્યની સંસ્કૃતિ અને સંસ્કારોનું આદાન પ્રદાન અને સંગીત નૃત્ય જેવી કલાઓના ખજાનાઓથી ભરપૂર આ ઉત્સવ ઉજવામાં આવે છે જેનું આજે નૃત્ય પરંપરાથી સમાપન થયું હતું.

મહેસાણાઃ મોઢેરાના સુર્યમંદિરમાં દ્રી દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન

સુર્યનું મકર રાશિમાં પ્રવેશ બાદ તેની ઉજવણીના ભાગ રૂપે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે. સુર્યની પુજા સાથે સંકળાયેલ આ મહોત્સવ સુર્ય વંદનાને મહત્વ આપે છે. આ પવિત્ર મહોત્સવના સંગમનું કલામય રસપાન કરવા કલા રસિકો, દેશ-વિદેશમાં વસતા લોકો મહોત્સવનો આનંદ માણે છે. આ મહોત્સવ થકી રાજ્યના ભવ્ય વારસાને અને સ્થાપત્યને વિશ્વભરમાં યશસ્વી અને ગૌરવપ્રદ બનાવ્યું છે. મહોત્સવે રાજ્યની સંસ્કૃતિને વધુ ઉન્નત સ્વરૂપ આપી વિશ્વકક્ષાએ નામના અપાવી છે.

મહેસાણાઃ મોઢેરાના સુર્યમંદિરમાં દ્રી દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોઢેરાનું સૂર્યમંદિર રાજ્યના અતિપ્રાચીન સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિક છે. મોઢેરાના સુર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે સંગતજ્ઞાઓએ નૃત્ય રજુ કર્યું હતું. આ પ્રસંગે કલાકારઓનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.

મહેસાણાઃ મોઢેરાના સુર્યમંદિરમાં દ્રી દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, ધારાસભ્ય રમણભાઇ પટેલ, કરશનભાઇ સોલંકી, મહેસાણા જિલ્લા કલેક્ટર એચ.કે.પટેલ, નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ જ્યોતિષ ભટ્ટ, પ્રાન્ત અધિકારી વિમલ પટેલ, પ્રાન્ત અધિકારી કેતકીબહેન વ્યાસ મોઢેરા ગામના સરપંચ, મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને મહેસાણા જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.