મહેસાણા: માલગોડાઉન રોડ પર આવેલ ઉન્નતિ શોપિંગ સેન્ટરનું દબાણ દૂર થશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના માલગોડાઉન રોડ ઉપર આવેલ ઉન્નતિ શોપિંગ કોમ્પ્લેક્ષના માલિકે ગેરકાયદેસર રીતે બાંધકામની કાર્યવાહી હાથ ધરી હતી. આથી શહેરના એક અરજદારે મહેસાણા નગરપાલિકાને બાંધકામ ગેરકાયદેસર હોવા બાબતે રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા લાંબા સમય સુધી આ અંગે કોઈ નિકાલ ન આવતા અરજકર્તાએ નગરપાલિકાની પ્રાદેશિક કચેરીના સત્તાધિકારીને પણ એક પત્ર લખી જાણ કરતા પ્રાદેશિક
 
મહેસાણા: માલગોડાઉન રોડ પર આવેલ ઉન્નતિ શોપિંગ સેન્ટરનું દબાણ દૂર થશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના માલગોડાઉન રોડ ઉપર આવેલ ઉન્નતિ શોપિંગ કોમ્પ્લેક્ષના માલિકે ગેરકાયદેસર રીતે બાંધકામની કાર્યવાહી હાથ ધરી હતી. આથી શહેરના એક અરજદારે મહેસાણા નગરપાલિકાને બાંધકામ ગેરકાયદેસર હોવા બાબતે રજૂઆત કરી હતી. પાલિકા દ્વારા લાંબા સમય સુધી આ અંગે કોઈ નિકાલ ન આવતા અરજકર્તાએ નગરપાલિકાની પ્રાદેશિક કચેરીના સત્તાધિકારીને પણ એક પત્ર લખી જાણ કરતા પ્રાદેશિક કમિશ્નરે ગેરકાયદેસર બાંધકામ અને દબાણો તાત્કાલિક દૂર કરવા સૂચના આપી હતી. આથી મહેસાણા નગરપાલિકાને ગાંધીનગરથી થાપટ વાગતા ઉન્નતિ શોપિંગ સેન્ટરની ગેરકાયદેસરતા બાબતે એક કમિટી બોલાવી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરશે.

મહેસાણા: માલગોડાઉન રોડ પર આવેલ ઉન્નતિ શોપિંગ સેન્ટરનું દબાણ દૂર થશે

શહેરના અરજદાર દિલીપસિંહ જાડેજાએ માલગોડાઉન રોડ ઉપરની ઉન્નતિ બિલ્ડીંગના માલિકે દબાણ કરી દીધાની અરજી કરી હતી. જેમાં આ કોમ્પ્લેક્ષના માલીકે ગેરકાયદેસર રીતે બીજો માળ ઉભો કરી રહી છે. તેમજ જેના દબાણથી ટ્રાફિક સહિતની સમસ્યાઓ રહેતા હટાવવા માંગ કરી હતી.

મહેસાણા: માલગોડાઉન રોડ પર આવેલ ઉન્નતિ શોપિંગ સેન્ટરનું દબાણ દૂર થશે
Advertisement

ઘણા સમયથી પાલિકાએ આ અંગે ઢીલુ વલણ અપનાવતી હોવાનું અરજદારને લાગતા તેઓએ ગાંધીનગર પ્રાદેશિક કચેરીને ઢંઢોળવાનું મુનાસીબ માન્યું હતું. પ્રાદેશિક કચેરીના કમિશ્નરે મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફીસરને કડકપણે પત્રમાં કહી દેવામાં આવ્યું છે કે, અરજદારની રજૂઆત અનુસાર સત્વરે ઉન્નતિ કોમ્પ્લેક્ષની બાંધકામની ખરાઈ કરી દબાણ અને ટ્રાફિક સમસ્યાનો નિકાલ કરી દેવો. આથી ચીફ ઓફીસર ખુદ દબાણમાં આવી ગયા છે. આગામી સમયમાં કમિટી બોલાવી ઉન્નતિ કોમ્પ્લેક્ષનુ દબાણ તથા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની તજવીજ હાથ ધરી છે.

કામ રોકાવી દીધું છે, કમિટીમાં ચર્ચા કરી ઉન્નતિ શોપિંગ સેન્ટરનું દબાણ દૂર થશે

મહેસાણા: માલગોડાઉન રોડ પર આવેલ ઉન્નતિ શોપિંગ સેન્ટરનું દબાણ દૂર થશે

આ બાબતે મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફીસરે જણાવ્યું હતું કે, અરજદારની અરજી અનુસંધાને ગાંધીનગર પ્રાદેશિક કચેરીના કમિશ્નરના હુકમનું પાલન કરાશે. કામ અગાઉથી બંધ કરી દેવામાં આવ્યું છે. દબાણ દૂર કરવા કમિટીમાં આ કોમ્પ્લેક્ષનું દબાણ તેમજ ટ્રાફીક હટાવવા ચર્ચા કરી ત્વરીત નિકાલનું કામ હાથ ધરવામાં આવશે.

પેન્ડીંગ અરજીઓનો નિકાલ કરવામાં પાલિકાનું ઉદાસીન વલણ

અરજદાર દિલીપસિંહ જાડેજા 2016થી ઉન્નતિ શોપીંગ સેન્ટરની ગેરકાયદેસરતા બાબતે પાલિકાને પત્રો લખી ચુક્યા છે. જેની મહેસાણાના સમાચારપત્રો અને મિડીયાએ પણ નોંધ લીધી છે. પરંતુ આ અંગે ચીફ ઓફીસરે જણાવ્યું કે, 2016ની અરજી હોવાની મને જાણમાં નથી, તાજેતરની અરજીઓ ધ્યાને છે. તો શું મહેસાણા પાલિકા જૂની પેન્ડીંગ અરજીઓના નિકાલ બાબતે ધ્યાન નથી આપી રહી કે ગેરકાયદેસર કોમ્પ્લેક્ષના માલિકને બચાવે છે કે પછી પોતાની કામગીરીનો ઢાંકપીછોડો કરી રહી છે? તેવું શહેરી અરજદારોને લાગી રહ્યું છે.