મહેસાણાઃ આજે તાના-રીરી મહોત્સવમાં વિવિધ 3 વિશ્વ રેકોર્ડ સર્જાશે

અટલ સમાચાર, વડનગર કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે. સંગીત બેલડી તાના-રીરી બહેનોની સ્મૃતિમાં યોજાતો આ મહોત્સવ આ વર્ષે પણ યોજાવાનો છે. વડનગરની બે નાગર બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. આ વર્ષે
 
મહેસાણાઃ આજે તાના-રીરી મહોત્સવમાં વિવિધ 3 વિશ્વ રેકોર્ડ સર્જાશે

અટલ સમાચાર, વડનગર

કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે. સંગીત બેલડી તાના-રીરી બહેનોની સ્મૃતિમાં યોજાતો આ મહોત્સવ આ વર્ષે પણ યોજાવાનો છે. વડનગરની બે નાગર બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે.

આ વર્ષે 2019નો તાના-રીરી એવોર્ડ સંયુક્ત રીતે સુશ્રી અશ્વિની ભીડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને ફાળે રૂ.2.50 લાખ અને તામ્રપત્ર-શાલ ઓઢાડી સન્માન કરાશે. સાંજે 4 થી 5 એક કલાકમાં 100તબલા વાદકો દ્વારા 48 અલગ અલગ ઠાઠ વગાડી સાંજે 5થી 5-30 સમય દરમિયાન 30 મિનીટમાં 108 વાંસણી વાદકો અલગ અલગ 28 રાગ ધુન વૈષ્ણવજન અને રાષ્ટ્રગીત વગાડી રાત્રે 8 વાગ્યે એક મીનીટમાં કલાગુરૂ શીતલબેન બારોટ 9 અલગ અલગ ચહેરાના ભાવો નવ રસ પ્રમાણે રજુ કરી વિશ્વ રેકોર્ડ કરશે.

મહેસાણાઃ આજે તાના-રીરી મહોત્સવમાં વિવિધ 3 વિશ્વ રેકોર્ડ સર્જાશે

તાનસેનને દીપક રાગનું ગાન કર્યું જેનાથી તેના શરીરમાં અગન જ્વાળાઓ ઉઠી અને મેઘ મલ્હાર રાગ ગાઇ તાના-રીરી બહેનોએ શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દીલ્હી દરબારમાં બોલાવ્યા પરંતુ બે બહેનો ત્યાં ન જતા વડનગર ખાતે જાતે અગ્નિસ્નાન કર્યું હતું. બે બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે.