હડકંપ@મહેસાણા: તહેવારો વચ્ચે સંક્રમણ કાબુ બહાર, આજે 61 કેસ, 24 સાજા થયાં

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જિલ્લા માં દિવાળી ટાણે કોરોના સંક્રમણ કાબૂ બહાર જઈ રહ્યો હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જિલ્લામાં એકસાથે 61 લોકો પોઝીટીવ જાહેર થયા છે. આ સાથે આજે જિલ્લામાં નવા 24 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનલૉક માં મળેલી છુટછાટ ને કારણે દરરોજ નવા કેસો
 
હડકંપ@મહેસાણા: તહેવારો વચ્ચે સંક્રમણ કાબુ બહાર, આજે 61 કેસ, 24 સાજા થયાં

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જિલ્લા માં દિવાળી ટાણે કોરોના સંક્રમણ કાબૂ બહાર જઈ રહ્યો હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આજે જિલ્લામાં એકસાથે 61 લોકો પોઝીટીવ જાહેર થયા છે. આ સાથે આજે જિલ્લામાં નવા 24 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનલૉક માં મળેલી છુટછાટ ને કારણે દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

હડકંપ@મહેસાણા: તહેવારો વચ્ચે સંક્રમણ કાબુ બહાર, આજે 61 કેસ, 24 સાજા થયાં

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના 61 દર્દીઓનો ઉમેરો થયો છે. જેમાં મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારમાં એકસાથે 40 કેસ નોંધાયા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં નવા 20 કેસ નોંધાયા છે. આજે મહેસાણા શહેરમાં 15, ઊંઝા શહેરમાં 13, વિસનગર શહેરમાં 4, કડી શહેરમાં 2, વિજાપુર શહેરમાં 7 મળી નવા 40 કેસ નોંધાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા તાલુકામા 8, ઊંઝા તાલુકા માં 4, બેચરાજી તાલુકામાં 1, વિજાપુર તાલુકામા 7 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્વારા કોવીડ ગાઇડલાઈન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડા દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.