મહેસાણા: રાજ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન-એમ.ડીની બિનહરીફ વરણી

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા ખાતે રાજ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.ની કારોબારી મળી હતી. જેમાં ચેરમેન તથા એમ.ડીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેને લઇ મહેસાણા જીલ્લા યુવા રાજપૂત સમાજ દ્રારા બુકે આપીને સત્તાધિશોને શુભેચ્છા પાઠવી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહેસાણા ખાતે મંગળવારના રોજ રાજ કો-ઓપરેટીવ ક્રેડિટ
 
મહેસાણા: રાજ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન-એમ.ડીની બિનહરીફ વરણી

અટલ સમાચાર, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા ખાતે રાજ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.ની કારોબારી મળી હતી. જેમાં ચેરમેન તથા એમ.ડીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેને લઇ મહેસાણા જીલ્લા યુવા રાજપૂત સમાજ દ્રારા બુકે આપીને સત્તાધિશોને શુભેચ્છા પાઠવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા ખાતે મંગળવારના રોજ રાજ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી.ની કારોબારી મીટીંગ મળી હતી. જેમાં ચેરમેન તરીકે કીર્તિસિંહ રાઠોડ તેમજ એમ.ડી. તરીકે ભમરસિંહ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેઓને મહેસાણા જીલ્લા યુવા રાજપૂત સમાજના ઉપપ્રમુખ વિજયસિંહ ચાવડા, જયદેવસિંહ ચાવડા, મહામંત્રી દિલીપસિંહ જાડેજા તેમજ જીતુભા સોલંકી હાજર રહી પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ચેરમેનના નેતૃત્વ હેઠળ સમાજની ક્રેડિટ સોસાયટી ખુબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે રાજ ક્રેડિટ કો.ઓ.સોસાયટીનાં વિકાસમાં એન.સી.ડાભી તથા પોપટસિહ બારડનો મહત્વનો ફાળો રહેલ હોવાથી તેમને પણ બિરદાવવામાં આવ્યા હતા.