મહેસાણાઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિનિધિત્વ મહિલાઓને રોકડ પુરસ્કાર અપાશે

અટલ સમાચાર, મહેસાણા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્રારા વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય, ખેલમહાકુંભ સ્પર્ધાઓ અં-૧૪, અં-૧૭ અને રાજ્યકક્ષાની શાળાકીય અં-૧૯ સ્પર્ધાઓ માટે તેમજ સ્કૂલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્રારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી દ્રારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ મહિલા ખેલાડીઓને રોકડ રકમ આપવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
મહેસાણાઃ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પ્રતિનિધિત્વ મહિલાઓને રોકડ પુરસ્કાર અપાશે

અટલ સમાચાર, મહેસાણા

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્રારા વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય, ખેલમહાકુંભ સ્પર્ધાઓ અં-૧૪, અં-૧૭ અને રાજ્યકક્ષાની શાળાકીય અં-૧૯ સ્પર્ધાઓ માટે તેમજ સ્કૂલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્રારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી દ્રારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ મહિલા ખેલાડીઓને રોકડ રકમ આપવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતે કોઇ પણ એક જ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે મહિલા રોકડ પુરસ્કાર યોજનાનો લાભ મેળવી શકે છે. આ માટેનું ફોર્મ ભરીને તા- ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, બ્લોક નં.૧, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજ મહેલ રોડ, મહેસાણાને મળી રહે તે રીતે અરજી મોકલવાની રહેશે. ખાસ નોંધ એ લેવાની કે વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯માં મહિલા રોકડ પુરસ્કાર યોજનાથી વંચિત રહી ગયેલા ખેલાડીઓ અરજી કરી શકશે.