વેપારી@આનંદો: રાજ્યમાં 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો, હોટલો અને શોપિંગ મોલ્સ

અટલ સમાચાર,મહેસાણા દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જેને લઈને આદર્શ આચાર સંહિતા લાગૂ થતા, રાજ્ય સરકારે આ કાયદો લાગુ કરવા માટે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી માગી હતી. રાજ્યમાં ચૂંટણી માટેનુ મતદાન પુરુ થતાં ચૂંટણીપંચે મંગળવારે મંજૂરી આપ્યા બાદ બુધવારથી ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 અંગે ઔપચારિક જાહેરાત કરી
 
વેપારી@આનંદો: રાજ્યમાં 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો, હોટલો અને શોપિંગ મોલ્સ

અટલ સમાચાર,મહેસાણા

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે જેને લઈને આદર્શ આચાર સંહિતા લાગૂ થતા, રાજ્ય સરકારે આ કાયદો લાગુ કરવા માટે ચૂંટણી પંચ પાસેથી મંજૂરી માગી હતી. રાજ્યમાં ચૂંટણી માટેનુ મતદાન પુરુ થતાં ચૂંટણીપંચે મંગળવારે મંજૂરી આપ્યા બાદ બુધવારથી ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારે ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 અંગે ઔપચારિક જાહેરાત કરી હતી, આ એક્ટ હેઠળ હવેથી રાજ્યભરમાં 24×7 ખુલ્લી રહેશે. આ નવો કાયદો અમલમાં આવ્યો છે. સરકારનો દાવો છે કે, આ નવા કાયદાની રોજગારીની તકોમાં વધારો થશે. આ નવી કલમ પ્રમાણે દસ કરતાં ઓછાં કર્મચારીઓ ધરાવતા દુકાનદારોએ આ માટે રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી.

વેપારી@આનંદો: રાજ્યમાં 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો, હોટલો અને શોપિંગ મોલ્સ

રાજ્ય સરકારના અનુમાન પ્રમાણે રાજ્યભરમાં 7 લાખ જેટલી દુકાનો છે જે 10 કરતા ઓછા કર્મચારીઓને રોજગાર આપે છે. તેઓ આશરે 10-12 લાખ લોકોની સીધી રોજગારી ઉભી કરે છે. કેટલાક દુકાનદારોએ કાયદામાં સુધારા કર્યા પછી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. ઓવરટાઈમ કરતાં કર્મચારીઓ માટે પણ બિલમાં કલમ ઉમેરવામાં આવી છે. જે કર્મચારીઓ ઓવરટાઇમ કરશે તેમને બમણો પગાર ચૂકવવો પડશે. પહેલાના કાયદામાં ઓવરટાઈમ કરવા પર દોઢ ગણો પગાર ચૂકવવાની જોગવાઇ હતી. આ પાછળ સુરક્ષા માટેની જવાબદારી શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં SPની રહેશે. બુધવારથી લાગુ કરાયેલા કાયદાથી હોટેલ, મોલ્સ, પાથરણા બજાર, રેસ્ટોરાં, દુકાનો, પેટ્રોલ પંપ તેમજ ખાણીપીણીની બજારોને લાભ થવાની શક્યતા છે.