હવામાન વિભાગઃ રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી

અટલ સમાચાર, ગાંધીનગર ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.
 
હવામાન વિભાગઃ રાજ્યમાં 48 કલાકમાં ભારે વરસાદ પડવાની આગાહી

અટલ સમાચાર, ગાંધીનગર

ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે.

બનાસકાંઠા સહિત ગુજરાતમાં NDRF એલર્ટ

રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે NDRFની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે. શુક્રવારે રાજ્યમાં મેઘમહેર યથાવત્ રહી છે. સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરાના કરજણમાં નોંધાયો છે. આ ઉપરાંત બીજા નંબરે વલસાડના ઉમરગામમાં નોંધાયો છે.

સૌરાષ્ટ્ર, મુંબઈમાં મેઘમહેર યથાવત

શુક્રવારે સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ સહિત મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર થઈ ચુકી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ક્યાંક પશુઓ પાણીમાં તણાઈ જવાના બનાવો સૌરાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. આ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ મુંબઈમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે મુંબઈમાં ઠેર-ઠેર ટ્રાફીકજામની પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે. જોકે, વરસાદના વિધિવત આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરાવા સાથે પ્રજામાં ખુશી જોવા મળી રહી છે.