ખનીજ@મહેસાણા: રેતી અને માટી ચોરી કરતા 6 ડમ્પર એક જ દિવસે ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં ડ્રોન કેમેરા છતાં ખનીજચોરી બેફામ બની છે. ખાણ ખનીજ એકમે અલગ અલગ સ્થળોએથી રેતી અને માટી ચોરી કરતા ડમ્પર સીઝ કર્યા છે. 4 ડમ્પર માટી ચોરી કરતા કલેક્ટર કચેરી મૂકવામાં આવ્યા તો 2 રોયલ્ટી પાસ વિના હોવાનું પકડાતાં પોલીસ મથકે લવાયા છે. મહેસાણા જિલ્લા ખાણ ખનીજ એકમ સામે સવાલો થતાં
 
ખનીજ@મહેસાણા: રેતી અને માટી ચોરી કરતા 6 ડમ્પર એક જ દિવસે ઝબ્બે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ડ્રોન કેમેરા છતાં ખનીજચોરી બેફામ બની છે. ખાણ ખનીજ એકમે અલગ અલગ સ્થળોએથી રેતી અને માટી ચોરી કરતા ડમ્પર સીઝ કર્યા છે. 4 ડમ્પર માટી ચોરી કરતા કલેક્ટર કચેરી મૂકવામાં આવ્યા તો 2 રોયલ્ટી પાસ વિના હોવાનું પકડાતાં પોલીસ મથકે લવાયા છે.

મહેસાણા જિલ્લા ખાણ ખનીજ એકમ સામે સવાલો થતાં હરકતમાં આવ્યા છે. રેતી ભરીને જતાં બે ડમ્પર રોયલ્ટી ભર્યા વિના પરિવહન કરતા હોવાનું પકડાયું છે. ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ વિજાપુરના સંઘપુરમા ઓચિંતી તપાસ થઈ હતી. જેમાં બે ડમ્પર રોયલ્ટી પાસ વિના હોવાનું પકડાતાં ફરી સીઝ કરવામાં આવ્યા છે.

ખાણ ખનીજના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં વહીવટી દ્રષ્ટિએ ખાણ ખનીજ નિષ્ફળ જતો હોવાના સવાલ છે. બેચરાજી ધારાસભ્યના એકથી વધુ સવાલો બાદ ખેરવા નજીક ગેરકાનૂની માટીકામ થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી તપાસ કરતા એકસાથે 4 ડમ્પર ઝડપાયા હતા. સરેરાશ એક કરોડથી વધુનો મુદ્દામાલ હોવાથી મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સીઝ થયો છે.