અવિશ્વાસ@કાંકરેજ: ભાજપ-કોંગ્રેસે ભેગા થઇ તાલુકા પંચાયત પ્રમુખને હટાવ્યા

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકા પંચાયતમાં સદસ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી ગતિવિધિનો અમલ થયો છે. પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાદ મંગળવારે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં કુલ 30 સદસ્યો પૈકી પ્રમુખ સિવાય તમામે અવિશ્વાસ રજૂ કરતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ-કોંગ્રેસે ભેગા થઇ પ્રમુખ વિરૂધ્ધ મતદાન કરી હોદ્દા પરથી દૂર
 
અવિશ્વાસ@કાંકરેજ: ભાજપ-કોંગ્રેસે ભેગા થઇ તાલુકા પંચાયત પ્રમુખને હટાવ્યા

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકા પંચાયતમાં સદસ્યો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી ગતિવિધિનો અમલ થયો છે. પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત બાદ મંગળવારે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં કુલ 30 સદસ્યો પૈકી પ્રમુખ સિવાય તમામે અવિશ્વાસ રજૂ કરતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ-કોંગ્રેસે ભેગા થઇ પ્રમુખ વિરૂધ્ધ મતદાન કરી હોદ્દા પરથી દૂર કર્યા છે. જેથી ટુંક સમયમાં પ્રમુખની ચુંટણી થશે.

અવિશ્વાસ@કાંકરેજ: ભાજપ-કોંગ્રેસે ભેગા થઇ તાલુકા પંચાયત પ્રમુખને હટાવ્યા

બનાસકાંઠા જીલ્લાની કાંકરેજ તાલુકા પંચાયતમાં પ્રમુખ વિરૂધ્ધનો રોષ ચરમસીમાએ હોવાનું સામે આવ્યુ છે. અવિશ્વાસની દરખાસ્ત મામલે મળેલી બેઠકમાં કુલ 30માંથી 29 સભ્યોએ પ્રમુખ વર્ધિલાલ મકવાણા વિરૂધ્ધ મતદાન કર્યુ હતુ. તાલુકા પંચાયતમાં સત્તાધિન કોંગ્રેસ સાથે ભાજપના સદસ્યોએ ભેગા મળી પ્રમુખને હોદ્દા પરથી દૂર કર્યા છે. જેથી હવે પછીની પ્રમુખની ચુંટણીમાં સત્તાપલટો થવાની ચર્ચા પણ વધી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 21, ભાજપના 8 અને અપક્ષ તરીકે 1 સદસ્ય ચુંટાયેલા છે. જેમાં પ્રમુખ મનસ્વી વહીવટ કરી ગ્રાન્ટ ફાળવણીમાં વિશ્વાસમાં નહી લેતા હોવાનું કારણ ધરી અપક્ષ સહિતના 29 સદસ્યો પ્રમુખથી નારાજ હોવાનો સ્પષ્ટ થયુ છે. અવિશ્વાસની દરખાસ્તમાં પોતાની પડખે એકપણ સભ્ય ન હોવાથી પ્રમુખ બરોબરના અકળાયા છે. ઉલ્લેખનિય છે કે, નવા પ્રમુખની ચુંટણીમાં દાવેદારો અત્યારથી તૈયારીમાં છે.

નવા પ્રમુખ કોંગ્રેસ તરફથી આવશે તેવો વિશ્વાસ

સમગ્ર મામલે કાંકરેજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખે જણાવ્યુ હતુ કે, અવિશ્વાસની દરખાસ્તમાં ભલે ભાજપ-કોંગ્રેસ એક થયા હોય પરંતુ નવિન પ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના જ સદસ્ય સત્તા સંભાળશે તેવો વિશ્વાસ છે.