ધારાસભ્ય@બેચરાજી: શિયાળુ પાક માટે પંથકની કેનાલોમાં પાણી ઠાલવો, CMને પત્ર

અટલ સમાચાર, મહેસાણા કોરોના મહામારી વચ્ચે બેચરાજી વિસ્તારની કેનાલોમાં સિંચાઇ માટે પાણી આપવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બેચરાજી ધારાસભ્યએ આજે મુખ્યમંત્રીને પત્ર લખી શિયાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવા માંગ કરી છે. આ સાથે ચોમાસામાં ભારે વરસાદને કારણે કૃષિપાકને નુકશાન થયા બાદ પણ હજી સુધી નર્મદાની કેનાલોમાં પાણી છોડાયુ ન હોવાથી તાત્કાલિક પાણી છોડવા
 
ધારાસભ્ય@બેચરાજી: શિયાળુ પાક માટે પંથકની કેનાલોમાં પાણી ઠાલવો, CMને પત્ર

અટલ સમાચાર, મહેસાણા 

કોરોના મહામારી વચ્ચે બેચરાજી વિસ્તારની કેનાલોમાં સિંચાઇ માટે પાણી આપવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બેચરાજી ધારાસભ્યએ આજે મુખ્યમંત્રીને પત્ર લખી શિયાળુ પાક માટે સિંચાઇનું પાણી આપવા માંગ કરી છે. આ સાથે ચોમાસામાં ભારે વરસાદને કારણે કૃષિપાકને નુકશાન થયા બાદ પણ હજી સુધી નર્મદાની કેનાલોમાં પાણી છોડાયુ ન હોવાથી તાત્કાલિક પાણી છોડવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજીના કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે આજે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં કેનાલમાંથી સિંચાઇનું પાણી છોડવામાં નહીં આવતાં એરંડા, મરચાં અને કપાસ જેવા પાકો સુકાઇ ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે. શિયાળુ વાવેતર કરવાનો સમય આવી ગયો હોવા છતાં તંત્ર દ્રારા સિંચાઇ માટે પાણી છોડવામાં નહિ આવતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક આ અંગે અધિકારીઓને સુચના આપવા માંગ કરી છે. ધારાસભ્યએ પત્રમાં જણાવ્યુ છે કે, ચાલુ વર્ષે ચોમાસામાં ખુબ વરસાદ પડ્યો હોવાથી પાણીનો સ્ટોક પણ પુરતો હોવા છતાં ખેડૂતોને પાણી આપવામાં આવતું નથી. આ સાથે પાક સુકાઇ ગયા બાદ અને શિયાળુ વાવેતરનો સમય વીતી ગયા બાદ કેનાલમાં પાણી છોડવામાં આવે તો તેનો કોઇ મતલબ ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આથી તાત્કાલિક આ મામલે યોગ્ય નિર્ણય લઇ પંથકની માઇનોર અને સબમાઇનોર કેનાલમાં પાણી છોડવા માંગ કરી છે.