ધારાસભ્ય: પાટણ-સિધ્ધપુર વિધાનસભાના પ્રશ્નો માટે વોટ્સએપ નંબર જાહેર

અટલ સમાચાર, મહેસાણા, પાટણ, સિધ્ધપુર આગામી દિવસોએ ગાંધીનગરમાં વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે. આથી પાટણ અને સિધ્ધપુરના કોંગી ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો ઉઠાવવા બરોબરના તલપાપડ બન્યા છે. આથી બંને વિસ્તારના મતદારો માટે વોટ્સએપ નંબર જાહેર કરી પ્રશ્નો મોકલી આપવા જણાવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ખેડુતો, વેપારીઓ અને કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્નો ઉઠાવી જવાબ કરવાનું પણ જણાવી
 
ધારાસભ્ય: પાટણ-સિધ્ધપુર વિધાનસભાના પ્રશ્નો માટે વોટ્સએપ નંબર જાહેર

અટલ સમાચાર, મહેસાણા, પાટણ, સિધ્ધપુર

આગામી દિવસોએ ગાંધીનગરમાં વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે. આથી પાટણ અને સિધ્ધપુરના કોંગી ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો ઉઠાવવા બરોબરના તલપાપડ બન્યા છે. આથી બંને વિસ્તારના મતદારો માટે વોટ્સએપ નંબર જાહેર કરી પ્રશ્નો મોકલી આપવા જણાવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. ખેડુતો, વેપારીઓ અને કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્નો ઉઠાવી જવાબ કરવાનું પણ જણાવી દીધુ છે.

ધારાસભ્ય: પાટણ-સિધ્ધપુર વિધાનસભાના પ્રશ્નો માટે વોટ્સએપ નંબર જાહેર

પાટણ અને સિધ્ધપુર બેઠક ઉપર પ્રથમવાર ધારાસભ્ય બનેલા કીરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે ચોમાસું સત્રમાં પ્રશ્નો શોધવા મથામણ આદરી છે. બંને ધારાસભ્યોએ સોશિયલ મિડીયામાં પોસ્ટ મુકી નાગરિકો માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. જેમાં મતવિસ્તારને લગતા પ્રશ્નો મોકલી આપવા આમંત્રણ પાઠવી દીધુ છે. ટેકનોલોજીનો ઉપયોગ કરી જે મતદારો રૂબરૂ પહોંચી શકતા નથી તેઓને વોટ્સએપ ઘ્વારા રજૂઆત મોકલી આપવા કહયુ છે.

ધારાસભ્ય: પાટણ-સિધ્ધપુર વિધાનસભાના પ્રશ્નો માટે વોટ્સએપ નંબર જાહેર

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસના બંને આગેવાનો પ્રથમવાર ધારાસભ્ય બન્યા હોઇ વિધાનસભામાં વધુને વધુ પ્રશ્નો ઉઠાવવા આતુર બન્યા છે. આવી સ્થિતિમાં પ્રશ્નો સ્વિકાર્યા બાદ વિધાનસભામાં જે જવાબ મળે તેનો પ્રત્યુત્તર આપવા પણ તૈયારી દર્શાવી છે.