ધારાસભ્ય@દીયોદર: “કોરોના વોરીયર્સ” પોલીસકર્મીઓને પ્રોત્સાહક પગાર આપો

અટલ સમાચાર, દીયોદર કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે દીયોદરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગુજરાતમાં ફરજ બજાવતા કોરોના વોરીયર્સ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહક પગાર આપવા માંગ કરી છે. નોંધનિય છે કે, તાજેતરમાં સરકાર દ્રારા કોરોના વોરીયર્સને પ્રોત્સાહક પગાર આપવાની જાહેરાતમાં ગુજરાત પોલીસની બાદબાકી કરવામાં આવી છે. જેને લઇ કોંગ્રેસે વાંધો ઉઠાવી પોલીસકર્મીઓને પણ પ્રોત્સાહક
 
ધારાસભ્ય@દીયોદર: “કોરોના વોરીયર્સ” પોલીસકર્મીઓને પ્રોત્સાહક પગાર આપો

અટલ સમાચાર, દીયોદર

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે દીયોદરના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગુજરાતમાં ફરજ બજાવતા કોરોના વોરીયર્સ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહક પગાર આપવા માંગ કરી છે. નોંધનિય છે કે, તાજેતરમાં સરકાર દ્રારા કોરોના વોરીયર્સને પ્રોત્સાહક પગાર આપવાની જાહેરાતમાં ગુજરાત પોલીસની બાદબાકી કરવામાં આવી છે. જેને લઇ કોંગ્રેસે વાંધો ઉઠાવી પોલીસકર્મીઓને પણ પ્રોત્સાહક પગાર આપવા માંગ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દીયોદરના ધારાસભ્યએ કોરોના વોરીયર્સને પગાર આપવાને લઇ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કોંગી ધારાસભ્ય શિવાભાઇ ભુરીયાએ પત્રમાં જણાવ્યુ હતુ કે, હાલમાં ગુજરાત સરકાર દ્રારા કોરોના વોરિયર્સને પ્રોત્સાહક પગાર આપવા બાબતે જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત પોલીસના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવેલ નથી જે બાબતે જાહેરાત કરવામાં આવેલ છે. કોરોના મહામારીમાં ગુજરાત પોલીસ કર્મચારીઓનો સિંહ ફાળો રહેલ છે તથા તેઓ પણ દિવસ રાત જોયા વગર ખડેપગે આવી ઉનાળાની ઋતુના ધોમ ધખતા તડકામાં પણ પોતાની ફરજ બડાવી રહ્યા છે. તો ગુજરાતની સંવેદનશીલ સરકારમાં આવો ભેદભાવ કેમ રાખવામાં આવે છે.?

ધારાસભ્યએ પત્રમાં જણાવ્યુ હતુ કે, સરકારના મતે શું ગુજરાત પોલીસ કર્મચારી આ કોરોનાની મહામારીમાં કોરોના વોરીયર્સની ભૂમિકા નથી ભજવી રહ્યા ?. આવા ભેદભાવથી ક્યાંયને ક્યાયં ગુજરાત પોલીસ કર્મચારીઓનું મોરલ ડાઉન કરવાનો પ્રયાસ સરકાર દ્રારા થઇ રહેલ છે. આથી આ બાબતે સત્વરે સરકાર દ્રારા યોગ્ય નિર્ણય કરીને જેમાં ગુજરાતના તમામ ટ્રાફિક કર્મચારીઓ, હોમગાર્ડના કર્મચારીઓ, જી.આર.ડી. કર્મચારીઓ તથા ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓને પણ પ્રત્સાહક પગાર ચુકવવા ભલામણ કરી હતી.