મોડાસા: દારુ ભરેલી કાર કેનાલમાં ખાબકી, લોકોએ રીતસર લુંટ ચલાવી

અટલ સમાચાર,મોડાસા મોડાસાના ટીંટોઈ ગામમાં રામજી મંદિર નજીક ગત મોડી રાત્રીએ શણગાલ તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ કેનાલમાં ખાબકતા લોકો કારમાંથી દારૂની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા. બુટલેગર પણ નાસી છૂટતા દારૂ ભરેલી કાર પલટી જતા દોડી આવેલી રૂરલ પોલીસે વિદેશી દારૂ અને બિયરની ૫ પેટી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી
 
મોડાસા: દારુ ભરેલી કાર કેનાલમાં ખાબકી, લોકોએ રીતસર લુંટ ચલાવી

અટલ સમાચાર,મોડાસા

મોડાસાના ટીંટોઈ ગામમાં રામજી મંદિર નજીક ગત મોડી રાત્રીએ શણગાલ તરફથી આવતી વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ કેનાલમાં ખાબકતા લોકો કારમાંથી દારૂની લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા. બુટલેગર પણ નાસી છૂટતા દારૂ ભરેલી કાર પલટી જતા દોડી આવેલી રૂરલ પોલીસે વિદેશી દારૂ અને બિયરની ૫ પેટી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, શુક્રવારની રાત્રીએ પુરઝડપે શણગાલ તરફથી આવતી આઈ-૧૦ કાર (GJ 1 RH 3154) રામજી મંદિર પાસે કેનાલમાં ધડાકાભેર ઊંધા માથે પટકાતા આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા. કારમાં વિદેશી દારૂ-બિયરના ટીન ભરેલ હોવાથી કાર ચાલક તક જોઈ ફરાર થઈ જતા કેનાલમાં દારૂ ભરેલી કાર ખાબકી હોવાની જાણ દારૂના રસિયાઓને થતા દારૂ-બિયરની લૂંટ ચલાવી પલાયન થયા હતા. કેનાલની આજુબાજુમાં વિદેશી દારૂ અને બીયરના પેટીના ખાલી ખોખા ઠેર ઠેર વેરવિખેર પડ્યા હતા. લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા.

મોડાસા રૂરલ પોલીસને ટીંટોઈ રામજી મંદિર નજીક વિદેશી દારૂ ભરેલી કાર કેનાલમાં ખાબકી હોવાની ઘટનાની જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથધરી હતી. પોલીસને ઘટનાસ્થળે થી કચ્ચરઘાણ નીકળેલી કાર અને વિદેશી દારૂ ની ૫ પેટી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.