મોડાસા: રાત્રે દારૂની મહેફિલો સાથે શોપિંગ સેન્ટર બન્યુ અસામાજીક તત્વોનો અડ્ડો

અટલ સમાચાર, મોડાસા મોડાસા શહેરમાં આવેલા ખુબજ જાણીતા અને મુખ્યત્વે યુવતીઓ અને મહિલાઓથી ધમધમતા શ્યામ સુંદર શોપિંગ સેન્ટરના શૌચાલયમાં વિદેશી દારૂની મહેફિલ જમાવી ખાલી બોટલો અને ખોખાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. શોપિંગ સેન્ટરમાં રાત્રે અસામાજિક તત્વો દારૂની મહેફિલ જમાવતા હોવાનું દુકાનદારોનું માનવું છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂ મળતો
 
મોડાસા: રાત્રે દારૂની મહેફિલો સાથે શોપિંગ સેન્ટર બન્યુ અસામાજીક તત્વોનો અડ્ડો

અટલ સમાચાર, મોડાસા

મોડાસા શહેરમાં આવેલા ખુબજ જાણીતા અને મુખ્યત્વે યુવતીઓ અને મહિલાઓથી ધમધમતા શ્યામ સુંદર શોપિંગ સેન્ટરના શૌચાલયમાં વિદેશી દારૂની મહેફિલ જમાવી ખાલી બોટલો અને ખોખાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. શોપિંગ સેન્ટરમાં રાત્રે અસામાજિક તત્વો દારૂની મહેફિલ જમાવતા હોવાનું દુકાનદારોનું માનવું છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ ઠેર ઠેર દારૂ મળતો હોવાના પુરાવાઓ અરવલ્લી જિલ્લામાં જોવા મળી રહ્યા છે.

મોડાસાના શ્યામ સુંદર કોમ્પ્લેક્ષના ભોયતળિયામાં આવેલા શૌચાલય નજીક દારૂની કેટલીય બોટલોના ઢગલા જોવા મળી રહ્યા છે. બસ સ્ટેશન રોડ પર આવેલા ખ્યાતનામ કોમ્પ્લેક્ષ શ્યામ સુંદરના ભોંયતળિયું અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે, અહીં જાણે દારૂની જ મહેફિલ માણવામાં આવતી હોય તેવું આ દારૂની ખાલી બોટલો પરથી અંદાજ લગાવી શકાય છે.

કારણ કે, અહીં એક કે બે બોટલ નહીં પણ બોટલોનો આખો ખજાનો જ જોવા મળી રહ્યો છે. આ દારૂની બોટલો કોણ નાખી જાય છે અને કોણ આવે છે, તે સ્થાનિક દુકાનદારોને ખબર ન હોવાનું જાણવા મળ્યું છે, જો કે સવાલ એ નથી કે, દારૂની બોટલો અહીં પડી છે, પણ સવાલ એ છે કે, જો દારૂ બંધી છે, તો અહીં આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવતો હશે અને કોણ લાવતું હશે, તે એક મોટો સવાલ પેદા થયો છે.