મોડાસા@અકસ્માત: ટેન્કરની ટક્કરે ઇકોમાં સવાર ત્રણના મોત

અટલ સમાચાર,મોડાસા રાજયમાં વધતા જતા અકસ્માતોના બનાવોમાં મંગળવારે અરવલ્લી જિલ્લાના એક અકસ્માતનો સમાવેશ થયો છે. મોડાસાના રસુલપુર ખાતે અકસ્માતના બનાવમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના રસુલપુર ખાતે એક પૂરપાટ ઝડપે જતાં ટેન્કરે ઇકો કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ત્રણ લોકોનાં
 
મોડાસા@અકસ્માત: ટેન્કરની ટક્કરે ઇકોમાં સવાર ત્રણના મોત

અટલ સમાચાર,મોડાસા

રાજયમાં વધતા જતા અકસ્માતોના બનાવોમાં મંગળવારે અરવલ્લી જિલ્લાના એક અકસ્માતનો સમાવેશ થયો છે. મોડાસાના રસુલપુર ખાતે અકસ્માતના બનાવમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસાના રસુલપુર ખાતે એક પૂરપાટ ઝડપે જતાં ટેન્કરે ઇકો કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયા હતા અને ત્રણ લોકોને ઈજા પહોંચી છે. ટેન્કરની ટક્કર બાદ ઇકો કાર રસ્તાની બાજુમાં ઢસડાઈ ગઈ હતી. અકસ્માતને કારણે કારની એક બાજુનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને કારણે ઇકો કારના અમુક પાર્ટ્સ તૂટીને રસ્તા પર જ પડી રહ્યા હતા, જ્યારે કાર ઢસડાઇને રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. તમામ મૃતકો મુલોજ ગામના હોવાનું સામે આવ્યું છે. આ મામલે મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.