મોડાસા: LCBએ જીપમાંથી 1.15 લાખનો દારૂ જપ્ત કર્યો, બુટલેગર ફરાર

અટલ સમાચાર,મોડાસા અરવલ્લી જીલ્લાની એલસીબી પોલીસ મોડાસાના ટીંટોઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન સફેદ કલરની મહિન્દ્રા મેક્સ જીપમાં વિદેશી દારૂ ભરી પસાર થવાની હોવાની બાતમી મળતા જીલ્લા એલસીબી પોલીસે ટીંટોઈ ગામ નજીક હાઈવે પર નાકાબંધી કરી હતી. જોકે પોલીસને જોઇ બુટલેગર દારૂ ભરેલી જીપ રોડ બાજુ બિનવારસી મૂકી નાસી ગયો હતો. પોલીસે જીપમાંથી
 
મોડાસા: LCBએ જીપમાંથી 1.15 લાખનો દારૂ જપ્ત કર્યો, બુટલેગર ફરાર

અટલ સમાચાર,મોડાસા

અરવલ્લી જીલ્લાની એલસીબી પોલીસ મોડાસાના ટીંટોઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન સફેદ કલરની મહિન્દ્રા મેક્સ જીપમાં વિદેશી દારૂ ભરી પસાર થવાની હોવાની બાતમી મળતા જીલ્લા એલસીબી પોલીસે ટીંટોઈ ગામ નજીક હાઈવે પર નાકાબંધી કરી હતી. જોકે પોલીસને જોઇ બુટલેગર દારૂ ભરેલી જીપ રોડ બાજુ બિનવારસી મૂકી નાસી ગયો હતો. પોલીસે જીપમાંથી 1.15 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મોડાસા: LCBએ જીપમાંથી 1.15 લાખનો દારૂ જપ્ત કર્યો, બુટલેગર ફરાર

જીલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ટીંટોઈ ગામ નજીક મોડાસા-શામળાજી હાઈવે પર નાકાબંધી ગોઠવાતા વિદેશી દારૂ ભરેલી મહિન્દ્રા મેક્સ જીપનો ચાલક જીપ રોડ નજીક મૂકી નાસી છૂટતા પોલીસે બિનવારસી મહિન્દ્રા મેક્સ જીપ માંથી વિદેશી દારૂની બોટલ નંગ-192 કિં.રૂ.1,15,200 તથા જીપ કિં.રૂ.2,50,000 મળી કુલ રૂ. 3,65,200 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધી આગળની તપાસ મોડાસા રૂરલ પોલીસને સુપ્રત કરી હતી.