મોડાસા: કોલેજીયન યુવતીની લાશ મામલે ફરિયાદ બાદ જ PM, પરિવારજનો મક્કમ

અટલ સમાચાર,મોડાસા મોડાસામાં સાયરા દધાલિયા રોડ પર વડલા પરથી એક યુવતીની લાશ લટકાવેલી હાલતમાં મળી આવી હતી. આ યુવતી 31મી ડિસેમ્બરનાં રોજ ગૂમ થઇ ગઇ હતી. પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ગઇકાલે ઝાડ પર લટકાવેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઇ હતી. પરિવારનો આક્ષેપ છે કે આ યુવતી પર દુષકર્મ આચરીને તેના મૃતદેહને લટકાવી દેવાયો હોવાનો
 
મોડાસા: કોલેજીયન યુવતીની લાશ મામલે ફરિયાદ બાદ જ PM, પરિવારજનો મક્કમ

અટલ સમાચાર,મોડાસા

મોડાસામાં સાયરા દધાલિયા રોડ પર વડલા પરથી એક યુવતીની લાશ લટકાવેલી હાલતમાં મળી આવી હતી. આ યુવતી 31મી ડિસેમ્બરનાં રોજ ગૂમ થઇ ગઇ હતી. પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ગઇકાલે ઝાડ પર લટકાવેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઇ હતી. પરિવારનો આક્ષેપ છે કે આ યુવતી પર દુષકર્મ આચરીને તેના મૃતદેહને લટકાવી દેવાયો હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારે આ મામલે હજી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલ્યો નથી. તેમનું કહેવું છે કે આ મામલે પહેલા ફરિયાદ નોંધો અને આરોપીને ઝડપી પાડો પછી જ પીએમ કરવામાં આવે. આ અંગે પોલીસે પ્રાથમિક ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળે હાલ પોલીલનો કાફલો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોડાસા: કોલેજીયન યુવતીની લાશ મામલે ફરિયાદ બાદ જ PM, પરિવારજનો મક્કમ

સમગ્ર મામલે યુવતિના પિતાએ જણાવ્યું હતુ કે, ‘ અમારી દીકરીને અજાણ્યા વ્યક્તિઓએ મારીને ગામનાં પાદરે વડલાનાં ઝાડ પર લટકાવી દીધી હતી. તમામ પોલીસ ખાતાનાં માણસોએ અહીં આવીને મતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવેલા. રાતનાં અમે અહીં રાહ જોઇને બેઠા છે પરંતુ અમારી ફરિયાદ લેવાતી નથી. પોલીસ કહે છે કે પીએ થયા પછી તમારી ફરિયાદ નોંધીશુ. અમારી માંગ છે કે પહેલા અમારી ફરિયાદ લો પછી જ પોસ્ટમોર્ટમમાં લાશ લઇ જાવ. જો આવું નહીં થાય તો અમે પોલીસનાં ઉપલા અધિકારીનાં ઘરની બહાર લાશ મુકીને જતા રહીશું. અમને ન્યાય મળવો જોઇએ અને ગુનેગારોને સજા થવી જોઇએ. પોલીસને જાણ છે કે અમારી છોકરી સાથે કોણે શું કર્યું છે પરંતુ તેઓ કોઇ પગલા લેતા નથી અને અમારા સમાજને ગુમરાહ કરે છે. ‘