મોડાસા: પોલીસે બુટલેગરનો ફિલ્મીઢબે પીછો કર્યો, 2.64 લાખનો મુદ્દામાલ ઝબ્બે

અટલ સમાચાર, મોડાસા મોડાસા પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમ્યાન બુટલેગરે ગાડી ભગાવતા પોલીસ પણ તેને પકડવા પાછળ ભાગતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે આગળ જતા બુટલેગરે કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઇ હતી. પોલીસે બુટલેગરને ઝડપી જેલ હવાલે કરી અને 63 હજારના દારૂ સાથે કુલ 2,64,000નો મુદ્દામાલ
 
મોડાસા: પોલીસે બુટલેગરનો ફિલ્મીઢબે પીછો કર્યો, 2.64 લાખનો મુદ્દામાલ ઝબ્બે

અટલ સમાચાર, મોડાસા

મોડાસા પોલીસે ફિલ્મી ઢબે બુટલેગરનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પેટ્રોલિંગ દરમ્યાન બુટલેગરે ગાડી ભગાવતા પોલીસ પણ તેને પકડવા પાછળ ભાગતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે આગળ જતા બુટલેગરે કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઇ હતી. પોલીસે બુટલેગરને ઝડપી જેલ હવાલે કરી અને 63 હજારના દારૂ સાથે કુલ 2,64,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા પાસે વાંટડા ટોલપ્લાઝા નજીક પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી સિયાઝ કાર ચાલકે બેરિકેડ તોડી કાર ભગાવી મુકતા પોલીને શંકા ગઇ હતી. જેથી પોલીસે પણ તેની ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આ દરમ્યાન કાર ડિવાઇડર સાથે ભટકાતા પલટી મારી ગઇ હતી. પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-126, કીં.રૂ.63,000 સાથે કુલ 2,64,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે સંજય ધનપાલભાઈ શાહ (રહે,ગોપાલનગર,અમદાવાદ)ની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.