મોડાસાઃ બાઇકના બે ટુકડા કરી ટ્રેલર ઢાબામાં ઘૂસી ગયું, 10નો બચાવ

અટલ સમાચાર,મોડાસા મોડાસા બાયપાસ રોડ પર બાઈક ચાલકને બચાવવા જતા ટ્રક-કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઢાબા બહાર પડેલી બાઈકને ટક્કર મારી ઢાબામાં ઘુસી જતા ભારે અફડાતફડી મચી હતી. સદનસીબે ઢાબામાં અને આજુબાજુના લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે દોડી આવેલા લોકો ટ્રક-કન્ટેનર ચાલક સાથે હાથાપાઈ કરી હતી. અરવલ્લી જીલ્લાના મોડાસામાં બાયપાસ રોડ પર
 
મોડાસાઃ બાઇકના બે ટુકડા કરી ટ્રેલર ઢાબામાં ઘૂસી ગયું, 10નો બચાવ

અટલ સમાચાર,મોડાસા

મોડાસા બાયપાસ રોડ પર બાઈક ચાલકને બચાવવા જતા ટ્રક-કન્ટેનર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઢાબા બહાર પડેલી બાઈકને ટક્કર મારી ઢાબામાં ઘુસી જતા ભારે અફડાતફડી મચી હતી. સદનસીબે ઢાબામાં અને આજુબાજુના લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે દોડી આવેલા લોકો ટ્રક-કન્ટેનર ચાલક સાથે હાથાપાઈ કરી હતી.

અરવલ્લી જીલ્લાના મોડાસામાં બાયપાસ રોડ પર આવેલા દેવરાજધામમાં ભક્તોની સતત અવર-જવર રહેતી હોય છે. દેવરાજધામ ચોકડી નજીક બાજકોટ ગામ તરફથી અચાનક બાઈક ચાલક રોડ પર આવી જતા શામળાજી તરફથી આવતા ટ્રક-કન્ટેનર ચાલકે બાઈક ચાલકને બચાવવા જતા શોર્ટ બ્રેક મારતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી ટ્રક-કન્ટેનર દેવરાજધામ પ્રવેશદ્વાર નજીક બાઈકને ટક્કર મારી ઢાબામાં ઘુસી જતા ઢાબામાં રહેલા અને આજુબાજુ ઉભેલા લોકોમાં નાસભાગ મચી હતી. બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મોડાસા બાયપાસ રોડ પર ટ્રક ઢાબા ઘુસી જતા ટ્રાફિકજામ થઈ જતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકજામ પૂર્વરત કરાવ્યો હતો.