મોડાસાઃ વિદેશી દારૂની ખેફ મારતાં બે લબરમૂછિયાની અટકાયત

અટલ સમાચાર, ભિલોડા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ અમલવારી બની રહી છે. દારૂબંધીનો ફાયદો ઉઠાવી બુટલેગરો સ્થાનિક પોલીસના નાક નીચે વિદેશી દારૂનો વેપલો કરી દારૂના શોખીનો પાસેથી મનફાવે તેટલા રૂપિયા ખંખેરી રહ્યા છે. વિદેશી દારૂનો વેપલો કરી બુટલેગરો એશોઆરામની જીંદગી દાદાગીરી સાથે રોફ જમાવી જીવતા હોવાથી કેટલાક યુવકો પણ નશાના કારોબારમાં ઝડપથી નાણાં
 
મોડાસાઃ વિદેશી દારૂની ખેફ મારતાં બે લબરમૂછિયાની અટકાયત

અટલ સમાચાર, ભિલોડા

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર જ અમલવારી બની રહી છે. દારૂબંધીનો ફાયદો ઉઠાવી બુટલેગરો સ્થાનિક પોલીસના નાક નીચે વિદેશી દારૂનો વેપલો કરી દારૂના શોખીનો પાસેથી મનફાવે તેટલા રૂપિયા ખંખેરી રહ્યા છે. વિદેશી દારૂનો વેપલો કરી બુટલેગરો એશોઆરામની જીંદગી દાદાગીરી સાથે રોફ જમાવી જીવતા હોવાથી કેટલાક યુવકો પણ નશાના કારોબારમાં ઝડપથી નાણાં કમાવવા લલચાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસતંત્રના હાથે અનેક યુવકો દારૂની ખેપ મારતા ઝડપાઈ જેલની હવા ખાઈ ચુક્યા છે.

મોડાસાઃ વિદેશી દારૂની ખેફ મારતાં બે લબરમૂછિયાની અટકાયત
મોડાસા રૂરલ પોલીસે રાજેન્દ્રનગર ચોકડી નજીકથી રાજસ્થાન તરફથી આવતી કાર માંથી વિદેશીદારૂની બોટલ નંગ-96 કીં.રૂ.48000 નો જથ્થો જપ્ત કરી અજય શંકર પરમાર અને સિદ્ધાર્થ સતિષભાઈ પરમારને ઝડપી પાડી બંને શખ્શો પાસેથી ઝડપાયેલ મોબાઈલ નંગ-2 કીં.રૂ.2500 રોકડ રકમ-2200 તથા કારની કીં.રૂ.100000/- મળી કુલ રૂ.152700 નો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મોડાસાઃ વિદેશી દારૂની ખેફ મારતાં બે લબરમૂછિયાની અટકાયતમેઘરજ પી.એસ.આઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે બાતમીના આધારે રાયવાડા ગામના રમેશ હીરાભાઈ ખાંટના ઘરે ત્રાટકી ઘરની બહાર કોથળામાં સંતાડીને રાખેલો વિદેશી દારૂ અને ક્વાંટરીયા નંગ-298 કીં.રૂ.29800 નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ નાસી છૂટેલા રમેશ હીરાભાઈ ખાંટ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.