મોડાસા: મૃતક યુવતિને ન્યાય અપાવવા આખીરાત ગ્રામજનોએ સુત્રોચ્ચાર કર્યા

અટલ સમાચાર,મોડાસા મોડાસાના સાયરામાં 31 ડિસેમ્બરે 20 વર્ષની યુવતી ગુમ થઇ હતી. ત્યાર બાદ રવિવારે સવારે સાયરા ગામની સીમના વડ પરથી યુવતીનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોસ્ટમોર્ટમ બાદ પણ પરિવારજનો લાશની અંતિમવિધિ કરવા તૈયાર નથી. પોલીસ કેસ ન નોંધવામાં આવતા ગઇકાલે પરિવારજનોએ અને અનુસૂચિત જાતિનાં લોકો દ્વારા મોડાસા શહેરમાં ચક્કાજામ કરવામાં આવ્યું
 
મોડાસા: મૃતક યુવતિને ન્યાય અપાવવા આખીરાત ગ્રામજનોએ સુત્રોચ્ચાર કર્યા

અટલ સમાચાર,મોડાસા

મોડાસાના સાયરામાં 31 ડિસેમ્બરે 20 વર્ષની યુવતી ગુમ થઇ હતી. ત્યાર બાદ રવિવારે સવારે સાયરા ગામની સીમના વડ પરથી યુવતીનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોસ્ટમોર્ટમ બાદ પણ પરિવારજનો લાશની અંતિમવિધિ કરવા તૈયાર નથી. પોલીસ કેસ ન નોંધવામાં આવતા ગઇકાલે પરિવારજનોએ અને અનુસૂચિત જાતિનાં લોકો દ્વારા મોડાસા શહેરમાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આજે મોડાસા ટાઉન હોલ આગળ લોકોએ દીકરીની હત્યાના આરોપ સાથે ચક્કાજામ કર્યો હતો અને નારાબાજી કરી હતી. તે ઉપરાંત ગ્રામજનોએ આખી રાત મોડાસાનાં પોલીસ મથકની સામે બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોડાસા: મૃતક યુવતિને ન્યાય અપાવવા આખીરાત ગ્રામજનોએ સુત્રોચ્ચાર કર્યા

અરવલ્લી જીલ્લાના મોડાસાના સાયરા ગામે 20 વર્ષની યુવતીની લાશ મળ્યા બાદ મામલો વધુ ગરમાયો છે. આ મામલે યુવતીનાં સમાજનાં લોકોની માંગ છે કે આ મામલામાં જે પીઆઈએ યુવતી ગુમ થવાની ફરિયાદ નોંધી ન હતી તેની સામે પણ ફરિયાદ નોંધવામાં આવે. જો આવું નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપી છે. મોડાસામાં ચક્કાજામ બાદ આખો દિવસ અને ગઇકાલની આખી રાત સમાજનાં લોકોએ એક અવાજે માંગ કરી હતી કે, અમને ન્યાય આપો.

મોડાસા: મૃતક યુવતિને ન્યાય અપાવવા આખીરાત ગ્રામજનોએ સુત્રોચ્ચાર કર્યા

આ અંગે સમાજનાં લોકોનાં આરોપ છે કે, અમારી દીકરીનું અપહરણ કરી ચાર દિવસ સુધી સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. અમારી દીકરીને મારી નાંખીને રાતના સાયરા ગામની સીમમાં 30 ફૂટ ઊંચે લટકાવી દીધી છે. 30 ફૂટ ઊંચે ચડીને મરે એવી અમારી દીકરીમાં હિંમત ન હતી. સામુહિક દુષ્કર્મ, અપહરણ, પોલીસ સાથે સંપર્ક અને છેલ્લે દીકરીને મારી નાંખી તેવી ફરિયાદ પોલીસ લે તો જ કરવી છે ન લે તો નથી કરવી.

મોડાસા: મૃતક યુવતિને ન્યાય અપાવવા આખીરાત ગ્રામજનોએ સુત્રોચ્ચાર કર્યા

સમગ્ર મામલે મૃતક યુવતીનાં પરિવારનાં વકીલ કેવલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, મૃતકનું અપહરણ કરીને તેની પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવામાં આવી છે. અમારી માંગણી એવી છે કે, મૃતકનાં પિતાએ યુવતીનાં અપહરણની પાંચ દિવસ પહેલા ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. જો તેમની પોલીસ ફરિયાદ નોંધવામાં નહીં આવે તો સમગ્ર મોડાસા જિલ્લામાં અમે ચક્કાજામ કરીશું. અમારી માંગણી છે કે, તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે અને અહીંનાં પીઆઈ રબારી સામે ડિપાર્ટમેન્ટલ એક્શન લેવાય અને સાથે એફઆઈઆરમાં તેમના નામ સાથે જે બેદરકારી દાખવી છે તે પણ લખવામાં આવે.

મોડાસા: મૃતક યુવતિને ન્યાય અપાવવા આખીરાત ગ્રામજનોએ સુત્રોચ્ચાર કર્યા