મોડાસા: કલાર્કની પરીક્ષા રદ્દ કરાવવા યુથ કોંગ્રેસ-NSUI આક્રમક, કોલેજમાં દેખાવ

અટલ સમાચાર, મોડાસા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાનું ખુલ્યું હોઈ છેલ્લા કેટલાય દિવસોથી ઉમેદવારો પરીક્ષા રદ કરીને ફરીથી લેવાની માંગ કરી રહ્યા છે અને બુધવારથી ગાંધીનગરમાં હજારો યુવાનોએ દેખાવ કરી રહ્યા છે. રીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ડેરા તંબુ તાણી ન્યાયની પરીક્ષા રદ કરોની માંગ પર અડગ છે. ત્યારે શનિવારે મોડાસામાં યુથ કોંગ્રેસ
 
મોડાસા: કલાર્કની પરીક્ષા રદ્દ કરાવવા યુથ કોંગ્રેસ-NSUI આક્રમક, કોલેજમાં દેખાવ

અટલ સમાચાર, મોડાસા

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરિતી થઈ હોવાનું ખુલ્યું હોઈ છેલ્લા કેટલાય દિવસોથી ઉમેદવારો પરીક્ષા રદ કરીને ફરીથી લેવાની માંગ કરી રહ્યા છે અને બુધવારથી ગાંધીનગરમાં હજારો યુવાનોએ દેખાવ કરી રહ્યા છે. રીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ડેરા તંબુ તાણી ન્યાયની પરીક્ષા રદ કરોની માંગ પર અડગ છે. ત્યારે શનિવારે મોડાસામાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ શહેરની વિવિધ કોલેજોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનો હુરિયો બોલાવી કોલેજ બંધ કરાવવા પહોંચતા મોડાસા પોલીસે ૧૦થી વધુ કાર્યકારતોની અટકાયત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સમગ્ર રાજ્યમાં બિન સચિવાલયની પરિક્ષાને લઇને વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે. એન.એસ.યુઆઈ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા કોલેજ બંધ કરાવાઈ હતી. અરવલ્લી જિલ્લામાં યુથ કોંગ્રેસ દ્વારા કોલેજ બંધ કરાવવા પહોંચેલા દેસ જેટલા કાર્યકર્તાઓની પોલિસએ અટક કરી હતી. વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં કોંગ્રસ દ્વારા બિન સચિવાલયની પરિક્ષા રદ્દ કરવાના વિરોધમાં કોલેજ બંધ કરાવવાના કાર્યક્રમ યોજાયા હતા.

અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરાયા હતા.વહેલી સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોડાસાના કોલેજ કેમ્પસમાં ચાલતી, આર્ટ્સ, કોંમર્સ, બીએડ, બીસીએ, સહિત બીએડ કોલજનું શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું. બિન સચિવાલયની પરિક્ષામાં થયેલી ગેરરિતી મામલે યુથ કોગ્રેસના કાર્યકર્તાઓ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે માંગ કરી છે, કે, કોંગ્રેસન એસઆઈટી પર ભરોસો નથી અને પરિક્ષા રદ્દ થાય તેવી તેમની માંગ છે પોલીસે અટક કરેલા તમામ દસ જેટલા કાર્યકરોને મોડાસા ટાઉન પોલિસ સ્ટેશન ખાતે લઇ જવાયા હતા.