મોડાસા: સાયરાની યુવતિ સાથે રેપ વિથ મર્ડરની થિયરી ખોટી ગણાવી SITએ શું કહ્યુ જાણો

અટલ સમાચાર,મોડાસા મોડાસાના સાયરાની 19 વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે CID ક્રાઈમના SITના વડા ગૌતમ પરમારે જણાવ્યુ હતુ કે, નિવેદનો, ફોન રેકોર્ડિંગ અને પુરાવા આધારે પીડિતા સાથે કોઈ દુષ્કર્મ થયું નથી. કોઈ વીર્ય કે લાળ મળી નથી. પીડિતાએ આત્મહત્યા કરી છે. કેસમાં બિમલને બાદ કરતા અન્ય
 
મોડાસા: સાયરાની યુવતિ સાથે રેપ વિથ મર્ડરની થિયરી ખોટી ગણાવી SITએ શું કહ્યુ જાણો

અટલ સમાચાર,મોડાસા

મોડાસાના સાયરાની 19 વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે CID ક્રાઈમના SITના વડા ગૌતમ પરમારે જણાવ્યુ હતુ કે, નિવેદનો, ફોન રેકોર્ડિંગ અને પુરાવા આધારે પીડિતા સાથે કોઈ દુષ્કર્મ થયું નથી. કોઈ વીર્ય કે લાળ મળી નથી. પીડિતાએ આત્મહત્યા કરી છે. કેસમાં બિમલને બાદ કરતા અન્ય આરોપીનો કોઈ રોલ નથી. પીડિતા ગુમ થઈ તેની તમામ બાબતો હજી તપાસ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોડાસા: સાયરાની યુવતિ સાથે રેપ વિથ મર્ડરની થિયરી ખોટી ગણાવી SITએ શું કહ્યુ જાણો
File Photo

અરવલ્લીના સાયરાની યુવતિના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસને લઇ આજે સીઆઇડીના સીટના વડા ગૌતમ પરમારે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, 14-15 ડિસેમ્બરના રોજ પીડિતા આરોપી દર્શન ભરવાડના સંપર્કમાં આવી હતી. ત્યાર પછી બિમલ ભરવાડ અને પીડિતાની બહેન વચ્ચે સંપર્ક થયો હતો. જ્યાં પીડિતા સાથે બિમલે મિત્રતા કરી અને પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બિમલ પીડિતાને ઘરે અને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. આ દરમિયાન પીડિતાએ બિમલ સાથે રહેવા માટે દબાણ કર્યું હતું. બિમલ પરિણીત હતો. પરંતુ બિમલ તૈયાર ન થતાં પીડિતાએ બિમલને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.પીડીતાએ આત્મહત્યા કરી હોવાનું CIDની તપાસમાં બહાર આવ્યું છે.

મોડાસા: સાયરાની યુવતિ સાથે રેપ વિથ મર્ડરની થિયરી ખોટી ગણાવી SITએ શું કહ્યુ જાણો

આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, કેસમાં બિમલને બાદ કરતા અન્ય આરોપીનો કોઈ રોલ નથી. બિમલ ભરવાડ એ જ સતીશ ભરવાડ છે. જ્યારે જીગર ભરવાડ અને દર્શન ભરવાડને ક્લિન ચીટ આપવામાં આવી છે. આરોપી બિમલ ભરવાડે પીડિતાથી છુટકારો મેળવવા માટે તેના કૌટુંબિક યુવક સાથે સંબંધ રાખવા પ્લાન ઘડ્યો અને તેનાથી દૂર થવા પ્રયત્ન કરતા પીડિતાને લાગી આવતા આત્મહત્યા કરી હતી.

શું છે મામલો ?

સાયરા (અમરાપુરા)ની યુવતી 31 ડિસેમ્બરના રોજ મોડાસા આવ્યા બાદ ગુમ થઇ ગઇ હતી. પરિવારે પુત્રીની શોધખોળ કર્યા બાદ તેનો કોઇ પત્તો ન લાગતા મોડાસા ટાઉન પોલીસમાં જાણ કરાઇ હતી. યુવતી ગુમ થયાને પાંચ દિવસનો સમયગાળો વિતવા છતાં તેની કોઇ ભાળ ન મળી ન હતી. ત્યારબાદ સાયરા ગામની સીમમાં આવેલા વડ ઉપર યુવતીની લાશ લટકતી હોવાની વાત વહેતી થતાં ગ્રામજનો અને આજુબાજુના ગામડાઓના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ સાયરા (અમરાપુર)ની ગુમ થનાર યુવતી પરિવારજનો અને સગા સબંધી મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેને પગલે મોડાસા રૂરલ પોલીસ અને એલ.સી.બી. પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.