મોદી સરકારઃ આગામી 5 વર્ષ સામાન્ય વર્ગ માટે રાહતોનો પટારો ખોલશે

અટલ સમાચાર, ડેસ્ક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી સાથે ફરીથી સત્તા પર આવનાર એનડીએ સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગને ફાયદો કરાવવાનું વિચારી રહી છે. સસ્તા વિમા સહિત ઘણા પ્રકારની છૂટછાટો આપી શકે છે. સાથે જ પેન્શનના નિયમોમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. નવી સરકાર જુલાઇમાં પુર્ણ બજેટ રજૂ કરશે. જેમાં કેટલાય ટેક્ષ સુધારાઓની
 
મોદી સરકારઃ આગામી 5 વર્ષ સામાન્ય વર્ગ માટે રાહતોનો પટારો ખોલશે

અટલ સમાચાર, ડેસ્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી સાથે ફરીથી સત્તા પર આવનાર એનડીએ સરકાર સામાન્ય અને મધ્યમ વર્ગને ફાયદો કરાવવાનું વિચારી રહી છે. સસ્તા વિમા સહિત ઘણા પ્રકારની છૂટછાટો આપી શકે છે. સાથે જ પેન્શનના નિયમોમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે.

મોદી સરકારઃ આગામી 5 વર્ષ સામાન્ય વર્ગ માટે રાહતોનો પટારો ખોલશે

નવી સરકાર જુલાઇમાં પુર્ણ બજેટ રજૂ કરશે. જેમાં કેટલાય ટેક્ષ સુધારાઓની પણ જાહેરાત થઇ શકે છે. કર નિષ્ણાતોનું માનવું છે કે લોકસભા ચૂંટણી પહેલા પોતાના વચગાળાના બજેટને રજૂ કર્યા પછી નાણાપ્રધાન પીયુષ ગોયલે કહયું હતું કે જૂલાઇમાં જયારે પુર્ણ બજેટ રજૂ થશે ત્યારે તેમાં મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગનું ધ્યાન રખાશે. એટલે આશા છે કે પૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગને ઘણી છૂટછાટો મળશે. નાણા મંત્રાલયે પૂર્ણ બજેટ માટે ઉદ્યોગ જગત અને અર્થશાસ્ત્રીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે. આ વખતે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં સરકારે 5 લાખ સુધીની આવકને કરમુકત કરી હતી. સાથે જ 40 હજારનું સ્ટાન્ડર્ડ ડીડક્શન પણ આપ્યું હતું.

મોદી સરકારઃ આગામી 5 વર્ષ સામાન્ય વર્ગ માટે રાહતોનો પટારો ખોલશે

આ સાથે જ કેટલીક વધુ છૂટછાટો પણ આપી શકે છે જેનો સંકેત પિયુષ ગોયલે વચગાળાના બજેટમાં આપી દીધો હતો. હાલનો ટેક્ષ કાયદો 58 વર્ષ જૂનો છે. સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન મોદીએ કહયું હતું કે હાલનો ટેક્ષ કાયદો બહુ જૂનો થઇ ગયો છે. અને તેમાં ઘણા ફેરફારોની જરૂર છે. નવા સુધારાઓ માટે એક ટાસ્કફોર્સની રચના કરાઇ હતી, જેનો રિપોર્ટ 31 જૂલાઇ 2019ના આવવાનો છે. હાલમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અને પેન્શન નિયામક વિકાસ પ્રાધિકરણ (પીએફઆરડીએ) પેન્શન માટેની નિયામક સંસ્થાઓ છે. આ બન્ને માટે એક નિયામક બનાવવાની તૈયારી છે. સાથે જ નેશનલ પેન્શન સીસ્ટમ (એનપીએસ) અને કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ)ને એક બીજામાં બદલવાની (પોર્ટેબીલીટી)ની પરવાનગી આપી શકે છે. હાલમાં સરકાર હોમલોન પર 2.67 લાખ સુધીની સબસીડી આપે છે. સૂત્રોનું માનીએ તો નવી સરકાર તેને આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની જાહેરાત પુર્ણ બજેટમાં કરી શકે છે.