નાણાં@ધાનેરા: નોટબંધીની અવળી અસર, રૂપિયા 200ની ડુપ્લીકેટ નોટો પકડાઈ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) નોટબંધી બાદ ઉત્તર ગુજરાતમાં ડુપ્લીકેટ નોટો જાણે ધંધો બનતી જાય છે. ધાનેરામાં રૂપિયા 200ની ડુપ્લીકેટ નોટો સાથે એક ઈસમ ઝડપાઇ ગયો છે. બનાસકાંઠા એલસીબીએ ઠક્કર ઇસમને ઝડપ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા બાદ હવે બનાસકાંઠા જીલ્લામાં પણ ડુપ્લીકેટ નોટના કેસ સામે આવી રહ્યા છે. એલસીબીએ ચોક્કસ માહિતીને આધારે જીગ્નેશ ઠક્કર
 
નાણાં@ધાનેરા: નોટબંધીની અવળી અસર, રૂપિયા 200ની ડુપ્લીકેટ નોટો પકડાઈ

અટલ સમાચાર,ડીસા (અંકુર ત્રિવેદી) 

નોટબંધી બાદ ઉત્તર ગુજરાતમાં ડુપ્લીકેટ નોટો જાણે ધંધો બનતી જાય છે. ધાનેરામાં રૂપિયા 200ની ડુપ્લીકેટ નોટો સાથે એક ઈસમ ઝડપાઇ ગયો છે. બનાસકાંઠા એલસીબીએ ઠક્કર ઇસમને ઝડપ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા બાદ હવે બનાસકાંઠા જીલ્લામાં પણ ડુપ્લીકેટ નોટના કેસ સામે આવી રહ્યા છે. એલસીબીએ ચોક્કસ માહિતીને આધારે જીગ્નેશ ઠક્કર નામના ઈસમને રૂપિયા 200ની બનાવટી નોટ સાથે ઝડપી લીધો છે. આરોપી ઈસમ પાસેથી કુલ 16 નોટ ઝડપાઇ હોવાથી ડુપ્લીકેટ નોટ તૈયાર થતું સ્થળ શોધવું પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.

સૂત્રોએ જણાવ્યા મુજબ પોલીસની પુછપરછમાં જાણવા મળ્યું કે, ઈસમને ખબર હતી કે, નોટ ડુપ્લીકેટ છે તેમછતાં તેને સુરક્ષિત રીતે પાસે રાખી હતી. આથી આરોપી ઈસમ પાસે કેવી રીતે અને કોણે ડુપ્લીકેટ નોટ મોકલાવી તે સવાલ ઉભો થયો છે.