ચોમાસુ@ગુજરાત: હવામાન વિભાગ બાદ વરસાદને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. ત્યારે નદીનાળા, ચેકડેમમાં નવા નીરે આવ્યા છે, જૂલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાતા વરસાદની કાગડોળે રાહો જોવાતી હતી. ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા
 
ચોમાસુ@ગુજરાત: હવામાન વિભાગ બાદ વરસાદને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. અનેક જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે. ત્યારે નદીનાળા, ચેકડેમમાં નવા નીરે આવ્યા છે, જૂલાઈ મહિના બાદ વરસાદ પાછો ખેંચાતા વરસાદની કાગડોળે રાહો જોવાતી હતી. ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા હતા ત્યારે વેસ્ટન સિસ્ટમ સક્રિય થતા હવે ગુજરાતમાં વરસાદી માહોલ જોમ્યો છે. હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી કરતા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની લઈને મોટી આગાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, આગામી 11 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડશે, તેમજ 16 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર બાદ ગરમી પડશે.  અંબાલાલ પટેલ વધુમાં જણાવ્યું કે, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાશે. અંબાલાલ પટેલે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થશે તેવું પણ જણાવ્યું છે. 11 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદ પડશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાજ્યમાં આ વખતે પાક નિષ્ફળ જશે અને દુષ્કાળના ભણકારા વચ્ચે છેલ્લે વરસાદ થતાં ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન અને અન્ય પાકોને નવજીવન મળ્યું છે. બનાસકાંઠામાં દોઢ મહિના બાદ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ઘણા સમયથી પોતાના પાકને બચાવવા ખેડૂતો વરસાદની રાહ જોતા હતા અને આખરે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ખેડૂતો સતત ચિંતામાં હતો કે ,આ વખતે પાક બગડશે અને વરસાદ ન આવવાના કારણે આગામી સિઝનના પાક પર પણ અસર થશે પરંતુ સમયસર વરસાદ આવી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બનાસકાંઠામાં 1 ઈંચથી લઈને 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો..વરસાદના કારણે બાજરી, મગફળીના પાકને નવજીવન મળ્યું છે.