ચોમાસુ@મહેસાણા: ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે હવામાનની આગાહી મુજબ રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે. મહેસાણા જીલ્લામાં આવેલ ધરોઇ ડેમમાં પણ પાણીની આવક વધી હોવાનું સામે આવ્યુ છે. જેમાં ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતની નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. આ સાથે ધરોઇ ડેમમાં પાણીની આવક થતાં 604.54 જળ સપાટી થઈ છે. ધરોઇ
 
ચોમાસુ@મહેસાણા: ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક વધી

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે હવામાનની આગાહી મુજબ રાજ્યભરમાં મેઘમહેર યથાવત છે. મહેસાણા જીલ્લામાં આવેલ ધરોઇ ડેમમાં પણ પાણીની આવક વધી હોવાનું સામે આવ્યુ છે. જેમાં ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતની નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. આ સાથે ધરોઇ ડેમમાં પાણીની આવક થતાં 604.54 જળ સપાટી થઈ છે. ધરોઇ ડેમની ભયજનક જળસપાટી 622 ફૂટ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લામાં આવેલ ધરોઇ ડેમમાં વરસાદી પાણીની આવક 3055 ક્યુસેક થઇ છે. આ સાથે ધરોઇ ડેમમાં પાણીનો સ્ટોક 44.41 ટકા થયો છે. છેલ્લા બે દિવસથી ધરોઇ ડેમની સપાટી ધીમેધીમે વધી રહી છે. જોકે ઉપરવાસ અને રાજસ્થાનમાં સારા વરસાદને કારણ આ પાણીની આવક થઇ છે. આ તરફ હવે જો હજુ વરસાદ રહેશે તો ડેમ છલકાવાની સંભાવના છે. નોંધનિય છે કે, છેલ્લા બે દિવસથી મહેસાણા આસપાસના વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ નોંધાઇ રહ્યો છે.