ચોમાસુ@પાટણ: મેઘમહેરથી જ્યાં જુઓ ત્યાં પાણી, વૃક્ષ ધરાશાઇ થતાં દુકાનોને નુકશાન

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ જીલ્લામાં ગઇકાલ બપોરથી વરસાદ ચાલુ છે. જોકે ગઇકાલે મોડીરાત્રે આવેલા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આ તરફ શહેરના એક વિસ્તારમાં વૃક્ષ ધરાશાઇ થતાં નજીકથી દુકાનાને નુકશાન પહોંચ્યુ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે શહેના રેલ્વે ગરનાળામાં પણ પાણી ભરાઇ જતાં ટ્રાફીકજામના દ્રશ્યો
 
ચોમાસુ@પાટણ: મેઘમહેરથી જ્યાં જુઓ ત્યાં પાણી, વૃક્ષ ધરાશાઇ થતાં દુકાનોને નુકશાન

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

હવામાન વિભાગની આગાહી મુજબ પાટણ જીલ્લામાં ગઇકાલ બપોરથી વરસાદ ચાલુ છે. જોકે ગઇકાલે મોડીરાત્રે આવેલા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આ તરફ શહેરના એક વિસ્તારમાં વૃક્ષ ધરાશાઇ થતાં નજીકથી દુકાનાને નુકશાન પહોંચ્યુ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે શહેના રેલ્વે ગરનાળામાં પણ પાણી ભરાઇ જતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘમહેર યથાવત છે. આ તરફ ગઇકાલે રાત્રે આવેલા વરસાદને કારણે શહેરના બુકડી ચોક વિસ્તારમાં એક વર્ષો જૂના વડનું વૃક્ષ ધરાશાઇ થવાની ઘટના સામે આવી છે. જેમાં નજીકથી ત્રણેક દુકાનોને નુકશાન પહોંચ્યુ હતુ. જોકે કોઇ જાનહાનિ નહીં સર્જાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ તરફ વરસાદને કારણે રેલ્વે ગરનાળા, કોલેજ રોડ પર બનાવાયેલ અંડરબિજ સહિતના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

ચોમાસુ@પાટણ: મેઘમહેરથી જ્યાં જુઓ ત્યાં પાણી, વૃક્ષ ધરાશાઇ થતાં દુકાનોને નુકશાન

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણ જીલ્લાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાયા છે. જેને લઇ ખેડૂતોના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી રહી છે. પાટણ જીલ્લામાં ગઇકાલે સાંજે સાંજે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી પાટણમાં 20 મિમી, ​​​​​​​સાંતલપુરમાં 19 મિમી, ​​​​​​​ચાણસ્મામાં 4 મીમી, સરસ્વતીમાં 22 મિમી અને ​​​​​​​સમીમાં 01 મિમી વરસાદ નોંધાયો છે.