મોરબી: મિત્રોએ ગ્રુપ સેક્સ માટે બ્લેકમેલ કરતા કંટાળીને છાત્રાએ આપઘાત કર્યો

અટલ સમાચાર,મોરબી મોરબીમાં ચાર મિત્રોએ જોડ અભ્યાસ કરતી છાત્રાને ગ્રુપ સેક્સ માટે બ્લેકમેલ કરતા હતા. છાત્રાના એક મિત્ર જીતેન્દ્રએતો કિસિંગ વિડીયો બનાવ્યો હતો. જેથી ચારેય મિત્રોથી કંટાળી છાત્રાએ પોતાના ઘરમાં જ શરીરને આગ ચાંપી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મોરબી પોલીસે યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી,
 
મોરબી: મિત્રોએ ગ્રુપ સેક્સ માટે બ્લેકમેલ કરતા કંટાળીને છાત્રાએ આપઘાત કર્યો

અટલ સમાચાર,મોરબી

મોરબીમાં ચાર મિત્રોએ જોડ અભ્યાસ કરતી છાત્રાને ગ્રુપ સેક્સ માટે બ્લેકમેલ કરતા હતા. છાત્રાના એક મિત્ર જીતેન્દ્રએતો કિસિંગ વિડીયો બનાવ્યો હતો. જેથી ચારેય મિત્રોથી કંટાળી છાત્રાએ પોતાના ઘરમાં જ શરીરને આગ ચાંપી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં મોરબી પોલીસે યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિં ક્લિક કરો 

મોરબીમાં એક છાત્રાએ મિત્રોના બ્લેકમેલિંગથી કંટાળી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરનારા આરોપીઓની ઓળખ જીતેન્દ્ર મકવાણા, રાહુલ વોરા, અખિલ પરમાર અને ગૌરી ઉભડિયા તરીકે થઈ છે. તેની સ્યુસાઇડ નોટમાં યુવતીએ લખ્યું છે કે જીતેન્દ્રએ થોડા દિવસો પહેલા ગુપ્ત રીતે તેનો એક કિસિંગ વીડિયો બનાવ્યો હતો. બાદમાં, આ વીડિયોના આધારે જીતેન્દ્ર અને અન્ય આરોપીઓએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ સૌએ તેની સાથે ગ્રુપ સેક્સ કરવાનું કહ્યું. એવું કહેવામાં આવે છે કે સોનલની મિત્ર ગૌરીએ પણ આ આખી ઘટનામાં આરોપીઓને મદદ કરી હતી.

આ દરમિયાન પોલીસે રાહુલ અને ગૌરીની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સમાચાર અનુસાર, યુવતી 12 માં ધોરણમાં ગર્લ્સ સ્કૂલમાં ભણતી હતી. તેના પિતા એક મિસ્ત્રી છે જ્યારે તેની માતા ફેક્ટરીમાં મજૂરી કરે છે. જ્યારે માતા-પિતા કામ પર ગયા ત્યારે સોનલે આ છેલ્લું પગલું ભર્યું હતું. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.