મોરબી: ધોળા દિવસે ઉદ્યોગપતિની આંખમાં મરચું નાખી 18 લાખની લૂંટ કરી ઇસમો ફરાર

અટલ સમાચાર, ડેસ્ક મોરબીમાં ધોળા દિવસે બેંક લૂંટવાના બનાવ બાદ આજે વધુ એક સીરામીક ઉદ્યોગપતિ સાથે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં લૂંટારાઓ મરચાની ભૂકી આંખમાં છાંટી18 લાખની રોકડ લૂંટી નાસી છૂટ્યા છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીમાં તા.20 ના રોજ બેંકમાં લૂંટની ઘટના બની હતી એ વાત મોરબી
 
મોરબી: ધોળા દિવસે ઉદ્યોગપતિની આંખમાં મરચું નાખી 18 લાખની લૂંટ કરી ઇસમો ફરાર

અટલ સમાચાર, ડેસ્ક

મોરબીમાં ધોળા દિવસે બેંક લૂંટવાના બનાવ બાદ આજે વધુ એક સીરામીક ઉદ્યોગપતિ સાથે લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં લૂંટારાઓ મરચાની ભૂકી આંખમાં છાંટી18 લાખની રોકડ લૂંટી નાસી છૂટ્યા છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોરબીમાં તા.20 ના રોજ બેંકમાં લૂંટની ઘટના બની હતી એ વાત મોરબી વાસીઓ ભૂલ્યા નથી ત્યારે આજે ફરી મોરબીમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.

આ લૂંટની ઘટનામાં મોરબીમાં રવાપર રોડ આવેલા આલાપ પાર્ક પોતાના રહેઠાણથી સીરામીક ઉદ્યોગ પતિ હિતેશભાઈ સરડવા રોકડ રકમ લઈને પોતાની ઈનોવા કારમાં સવારે પોતાની વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં આવેલી જૂની ઓફિસે આવી અને નીચે ઉતરી રહ્યા હતાં. એ દરિમયાન સીરામીક ઉદ્યોગપતિ હિતેશભાઈની આંખમાં મરચાની ભૂકી છાંટી અને બે અજાણ્યાં ઈસમો બાઈક પર નાસી છૂટયા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મોરબી એસપી કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, મોરબીમાં વાવડી રોડ પર બનેલી ઘટનામાં હિતેશભાઈ એ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ 18 લાખની રોકડની લૂંટની ફિરયાદ નોંધાવી છે જેમાં પોલીસે ફરિયાદ નોંધી જુદી જુદી ચાર ટીમો બનાવી લૂંટારાઓને પકડવા રાજ્યના જુદા જુદા જીલ્લામાં નાકાબંધી કરી અને તપાસ આદરી છે.

આરોપીઓ સીસીટીવી માં પણ કેદ થઈ ચૂક્યા છે હાલ આરોપીઓ માળીયા તરફ નાસી છૂટયાની માહિતી મળતા પોલીસે તપાસ હાથ ધરી છે. મોરબીમાં પાંચ દિવસ પૂર્વે બેંક ઓફ બરોડાંમાં થયેલ દિલ ધડક લુંટ અને આજે ફરી લૂંટની ઘટનાને જોતા મોરબી વાસીઓમાં ભયનો માહોલ બની ગયો છે .ત્યારે એક ચોક્કસ ગેંગ દ્વારા મોરબીને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું હોય તેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે.