મોરબીઃ ગ્રાહકે લીધેલ પાઉંમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે મોરબીમાં ગ્રાહકોએ ખરીદેલ પાઉંમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મોરબીની ક્રિષ્ના બેકરીના પાઉમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકના પાઉંમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળ્યું છે. શનાળા રોડ પર આવેલી ક્રિષ્ના બેકરીમાં આ ઘટના બની છે. માલિકે લાકડાનો
 
મોરબીઃ ગ્રાહકે લીધેલ પાઉંમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળતા ચકચાર

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે મોરબીમાં ગ્રાહકોએ ખરીદેલ પાઉંમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મોરબીની ક્રિષ્ના બેકરીના પાઉમાંથી જીવાત નીકળી છે. ગ્રાહકના પાઉંમાંથી ઉંદરનું મૃત બચ્ચું નીકળ્યું છે. શનાળા રોડ પર આવેલી ક્રિષ્ના બેકરીમાં આ ઘટના બની છે. માલિકે લાકડાનો ટુકડો હોવાનું કહીને વાત ટાળી દિધી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અખાદ્ય અને બિનઆરોગ્યપ્રદ આહારની સાથે-સાથે અનાજમાં બેજવાબદારીનું પ્રમાણ પણ વધ્યું છે. અનાજમાં, ફૂ઼ડ પેકેટમાં જીવાતો નિકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જે અનેક સવાલો ઉભા કરે છે. તહેવારો હોય ત્યાર દેખાડા પૂરતા દરોડા થાય છે. બાકી વર્ષભર આ રીતે સૌના આરોગ્ય સાથે ચેડા ચાલતા જ રહે છે. બિન આરોગ્યપ્રદ આહાર છતા કેમ ઘમઘમે છે આવી બેકરીઓ? ગ્રાહકોની ફરિયાદ કોણ સાંભળશે ? ત્વરીત કાર્યવાહી ક્યારે થશે ? તેવી લોક માંગ ઉઠી છે.