મોરબી@વાંકાનેરઃ 5 વર્ષીય બાળકનું અપહરણ થતાં ચકચાર, શોધખોળ શરૂ

અટલ સમાચાર, ડેસ્ક વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલી દેવબાપાની જગ્યા નજીકથી બે અજાણ્યા શખ્સોએ 5 વર્ષના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ગુન્હો નોંધી અપહ્યત બાળકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. 27 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 09:45 વાગ્યે કારમાં સફેદ કપડાં પહેરેલા 2 અજાણ્યા શખ્સો વાંકાનેર નજીક આવ્યા હતા. જ્યાંથી અજાણ્યા
 
મોરબી@વાંકાનેરઃ 5 વર્ષીય બાળકનું અપહરણ થતાં ચકચાર, શોધખોળ શરૂ

અટલ સમાચાર, ડેસ્ક

વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલી દેવબાપાની જગ્યા નજીકથી બે અજાણ્યા શખ્સોએ 5 વર્ષના બાળકનું અપહરણ કરતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ગુન્હો નોંધી અપહ્યત બાળકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

27 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 09:45 વાગ્યે કારમાં સફેદ કપડાં પહેરેલા 2 અજાણ્યા શખ્સો વાંકાનેર નજીક આવ્યા હતા. જ્યાંથી અજાણ્યા શખ્સો 5 વર્ષીય પ્રિન્સ પ્રવીણભાઈ નાકીયાનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. જેની બાળકના વાલીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા અપહ્યત બાળકે સફેદ કલરનો ઝભ્ભો તેમજ સફેદ કલરનો લેંઘો પહેર્યો હતો. પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, અઢી ફૂટ ઊંચાઈ અને પાતળો બાંધો ધરાવતા બાળકની આંખો અને વાળનો રંગ કાળો છે. ઘઉંવર્ણ વાનના બાળકનું મોઢું લંબગોળ છે તથા માત્ર ગુજરાતી ભાષા જ જાણે છે. ફોટામાં દર્શાવતા બાળક અંગે કોઈને કંઈ પણ જાણકારી મળે તો વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના નંબર 02828 220665 પર જાણ કરવા અપીલ કરાઈ છે.