માતૃભાષા દિવસઃ વિશ્વભરમાં ગુજરાતીઓનો દબદબો છે

અટલ સમાચાર, ડેસ્ક ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે. તે ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. ગુજરાત રાજ્ય દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી મુજબ ભારતની વસ્તીના ૪.૫% લોકો ગુજરાતી ભાષા બોલે છે. જે ૫.૫૬ કરોડ (૨૦૧૧ની વસ્તી
 
માતૃભાષા દિવસઃ વિશ્વભરમાં ગુજરાતીઓનો દબદબો છે

અટલ સમાચાર, ડેસ્ક

ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે. તે ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. ગુજરાત રાજ્ય દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી મુજબ ભારતની વસ્તીના ૪.૫% લોકો ગુજરાતી ભાષા બોલે છે. જે ૫.૫૬ કરોડ (૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ) જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.

ગુજરાત અને ભારતનાં અન્ય રાજ્યો તથા પાકિસ્તાન ઉપરાંત વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી ભાષા બોલતા લોકો વસે છે. જેમાં મહદ્અંશે અમેરિકા, યુ.કે., કેન્યા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશો કેનેડા, ઓસ્ટ્રેલિયા વગેરેનો સમાવેશ કરી શકાય.

ભારતના “રાષ્ટ્રપિતા” મહાત્મા ગાંધી અને “લોખંડી પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવોમાં સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા અને “પાકિસ્તાનના રાષ્ટ્રપિતા” મહમદ અલી ઝીણાનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતી ભાષાની શરુઆત

“ગુજરાતી ભાષા” અથવા “ગુર્જર અપભ્રંશ” પણ કહેવામાં આવે છે. આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા ત્યારથી ગુજરાતી બોલતા હતા. ૧૨મી સદીમાં જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયે પણ ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. નરસિંહ મહેતા (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના પિતા માનવામાં આવે છે.