માઉન્ટ આબુ: સાધુઓને મારી ઝુંપડીઓ સળગાવાઇ, લોકોમાં આક્રોશ

અટલ સમાચાર, માઉન્ટ આબુ (અનિલ એરણ) કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે માઉન્ટ આબુમાં સાધુઓ સાથે મારપીટ અને તેમની ઝુંપડીઓ સળગાવવાની ઘટના સામે આવી છે. જેને લઇ આબુ રાજ સંત મંડળના પ્રમુખે ભારે રોષ પ્રગટ કર્યો છે. આ સાથે વહીવટી તંત્ર પાસેથી ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. નોંધનિય છે કે, આ પહેલા મહારાષ્ટ્રમાં સાધુઓની હત્યા
 
માઉન્ટ આબુ: સાધુઓને મારી ઝુંપડીઓ સળગાવાઇ, લોકોમાં આક્રોશ

અટલ સમાચાર, માઉન્ટ આબુ (અનિલ એરણ)

કોરોનાને લઇ લોકડાઉન વચ્ચે માઉન્ટ આબુમાં સાધુઓ સાથે મારપીટ અને તેમની ઝુંપડીઓ સળગાવવાની ઘટના સામે આવી છે. જેને લઇ આબુ રાજ સંત મંડળના પ્રમુખે ભારે રોષ પ્રગટ કર્યો છે. આ સાથે વહીવટી તંત્ર પાસેથી ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. નોંધનિય છે કે, આ પહેલા મહારાષ્ટ્રમાં સાધુઓની હત્યા કરવામાં આવી હતી. માઉન્ટ આબુના ઇતિહાસમાં પહેલી આવી ઘટના સામે આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના માઉન્ટ આબુમાં સાધુઓ સાથે મારપીટની ઘટના સામે આવી છે. માઉન્ટ આબુના વન સંરક્ષક અને તેમના કર્મચારીઓ સાથે અગ્નિશ્વારા મહાદેવ પર્વત આબુના પૌરાણિક અને ઐતિહાસિક મંદીરમાં આવ્યા હતા. જ્યાં તેમને સાધુઓ સાથે મારપીટ કરી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ અરાવલીના સાધુ સંતો અને આબુ રાજના તમામ અગ્રણી સંતોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી.

સાધુ સંતો સાથે થયેલી મારપીટના વિરોધમાં આબુ રાજ સંત સેવા મંડળના મુખ્ય સંરક્ષક મહંત લહરભારતી, સિરોહી સચિવ મહંત તીર્થગીરી મહારાજ, સંરક્ષક મહંત ધર્મરાજ ભારતી, મહંત સેવાગીરી મહારાજ, મહંત કરણગીરી મહારાજ, મહંત સિયારામ મહારાજ, મંત્ર શિવદાસ મહારાજ અને મંડલના હજારો સંતોના નેતૃત્વમાં આજે માઉન્ટઆબુમાં સબડિવિઝન અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

માઉન્ટ આબુના ગૌરવ ગોયલે જણાવ્યુ હતુ કે, ડીએફઓ બાલાજી કરી દ્વારા અગાઉ પણ માઉન્ટ આબુના ગૌતમ ઋષિ આશ્રમની ઝુંપડીઓ સળગાવાઇ હતી. મહારાષ્ટ્રમાં સાધુ સંતોને માર મારવો વગેરે એક ઘોર અપરાધ છે, તે જ રીતે સાધુ સંતો સાથે આ રીતે લેવાયેલા પગલા ઘણા પ્રશ્નોને જન્મ આપે છે. સૌથી શરમજનક બાબત એ છે કે, આ કામ લોકોએ નથી કર્યુ પણ વન વિભાગના અધિકારીઓએ કર્યુ છે. માઉન્ટબાબુ એ 33 કરોડ દેવી દેવતાઓની ભુમિ છે. 33 કરોડ દેવી-દેવતાઓની ધરતી પર આ પ્રકારનું વર્તન અન્યાયી છે અને વહીવટીતંત્રે ગુનેગારોને વહેલી તકે ઓળખીને સજા કરવી જોઈએ.