આંદોલન@દેશ: વિરોધનો ત્રીજો દિવસ, છ મહિનાનું રાશન લઇને જ આવ્યાં છીએ: ખેડૂતો

અટલ સમાચાર,ડેસ્ક કૃષિ કાયદાઓની વિરૂધ્ધ પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યોના ખેડૂતોના આંદોલનના ત્રીજા દિવસે મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને પહેલા દિલ્હીમાં પ્રવેશવાની અનુમતિ અપાઈ નહોતી, પરંતુ હવે તેમને બુરાડીમાં પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી છે. જોકે ખેડૂતો આ મામલે પણ ઝૂકવા માટે તૈયાર નથી. પ્રદર્શનની મંજૂરી બાદ ખેડૂત નેતાઓની મિટિંગ થઇ હતી. જેમાં ખેડૂતોએ હરિયાણાની
 
આંદોલન@દેશ: વિરોધનો ત્રીજો દિવસ, છ મહિનાનું રાશન લઇને જ આવ્યાં છીએ: ખેડૂતો

અટલ સમાચાર,ડેસ્ક

કૃષિ કાયદાઓની વિરૂધ્ધ પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યોના ખેડૂતોના આંદોલનના ત્રીજા દિવસે મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને પહેલા દિલ્હીમાં પ્રવેશવાની અનુમતિ અપાઈ નહોતી, પરંતુ હવે તેમને બુરાડીમાં પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી છે. જોકે ખેડૂતો આ મામલે પણ ઝૂકવા માટે તૈયાર નથી. પ્રદર્શનની મંજૂરી બાદ ખેડૂત નેતાઓની મિટિંગ થઇ હતી. જેમાં ખેડૂતોએ હરિયાણાની સિંધુ બોર્ડરથી નહીં હટવાનો નિર્ણય લીધો હતો, જો કે આ બાબતે હજુ આગળ નવી રણનીતિ બનવાની શક્યતાઓ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખેડૂતો એ કોઈ પણ હિસાબે ઘરે પાછા ફરવાની ના પાડી દીધી હતી, અને કહ્યું હતું કે અમે 6 મહિનાનું રાશન સાથે લાવ્યા છીએ, કોઈ અહીંથી ક્યાંય જવાનું નથી, અમે મોદી સરકારને જગાડીને જ રહીશું અમે અમારા હકની લડાઈ લડી રહ્યાં છીએ. પંજાબના ફતેહગઢ સાહિબથી પણ હજારો ખેડૂતો એ દિલ્હી ભણી કૂચ શરુ કરી દીધી છે અને તેઓ દિલ્હી બાજુ આગળ વધી રહ્યાં છે. આ સિવાય ઉત્તર પ્રદેશથી ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે ખેડૂતો ના પ્રશ્નોનું સમાધાન કરવામાં સરકાર પૂરી રીતિ નિષ્ફળ રહી છે, માટે અમે દિલ્હી આવી રહ્યાં છીએ.

નોંધનીય છે કે, આ મુદ્દે કોંગ્રેસ હવે ખુલીને ખેડૂતો ના સમર્થનમાં આવી ગઈ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તો પહેલાથી જ આ મુદ્દે મોદી સરકાર સામે મોરચો માંડીને બેઠા છે જેમાં રાહુલે આજે એક ટ્વીટમાં એવું પણ કહ્યું હતું કે, પીએમ મોદીના અહંકારને લીધે આજે દેશનો જવાન અને કિસાન આમને સામને છે, જો કે ત્યાર બાદ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભુપિન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું હતું કે, જો અમે સત્તામાં આવીશું તો આ કાયદાઓને રદ્દ કરીશું અને એમએસપી અંગે ગેરંટી પણ આપીશુ.