આંદોલન@ગાંધીનગરઃ LRD મહિલાઓના સમર્થનમાં આવી ક્ષત્રિય ઠાકોર સેના

અટલ સમાચાર, ડેસ્ક ગાંધીનગરમાં છેલ્લા 44 દિવસથી LRD ની મહિલા ઉમેદવારો પોતાના હક્ક માટે સત્યાગ્રહ છાવણી ખાતે કડકડતી ઠંડીમાં ધરણા અને પ્રદર્શન કરી રહી છે. sc st obc ની LRD મહિલા ઉમેદવારો સરકારી ભરતી માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠી છે કેટલીવાર પોલીસ દ્રારા ડીટેઈન પણ કરવામાં આવી હોવા છતાં પોતાના નિર્ણય પર અડગ
 
આંદોલન@ગાંધીનગરઃ LRD મહિલાઓના સમર્થનમાં આવી ક્ષત્રિય ઠાકોર સેના

અટલ સમાચાર, ડેસ્ક

ગાંધીનગરમાં છેલ્લા 44 દિવસથી LRD ની મહિલા ઉમેદવારો પોતાના હક્ક માટે સત્યાગ્રહ છાવણી ખાતે કડકડતી ઠંડીમાં ધરણા અને પ્રદર્શન કરી રહી છે. sc st obc ની LRD મહિલા ઉમેદવારો સરકારી ભરતી માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠી છે કેટલીવાર પોલીસ દ્રારા ડીટેઈન પણ કરવામાં આવી હોવા છતાં પોતાના નિર્ણય પર અડગ છે. અને અત્યાર સુધીમાં 4 જેટલી મહિલાઓની તબિયત લથડી છે. જેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ મહિલા ઉમેદવારના સમર્થનમાં હવે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આવી છે. આજે ગાંધીનગર કલેક્ટરને તારીખ 1/8/2018નો ઠરાવ રદ્દ કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ મામલે ઠાકોર સેનાના ગાંધીનગર જિલ્લા પ્રમુખ ગોવિંદજી એ જણાવ્યું હતું કે 1/8/2018 ના આ ઠરાવ થી sc st obc ની મહિલાઓને અન્યાય થાય છે. માટે આ ઠરાવ રદ્દ કરવો જોઈએ. જો એમ નહીં થાય તો ગાંધીનગરમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.