બહુચરાજીઃ અતિ કુપોષિત બાળકો માટે પોષણ કીટનું વિતરણ કરાયું

અટલ સમાચાર, બહુચરાજી (ભુરાજી ઠાકોર) બહુચરાજી તાલુકામાં અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત એવા 100 જેટલા બાળકોને પોષિત-સ્વસ્થ બનાવવાના અભિયાનના ભાગરૂપે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્રારા આંગણવાડીની બહેનોને પોષણ કીટનું વિતરણ કરાયું હતું. બહુચરાજી તાલુકા પંચાયતમાં યોજાયેલા કાર્યક્રમમાં વિ.ન.પટેલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંકલિત બાળવિકાસ યોજના, આઇસીડીએસ ઘટક બહુચરાજીની આંગણવાડી સંચાલક બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી
 
બહુચરાજીઃ અતિ કુપોષિત બાળકો માટે પોષણ કીટનું વિતરણ કરાયું

અટલ સમાચાર, બહુચરાજી (ભુરાજી ઠાકોર)

બહુચરાજી તાલુકામાં અતિ કુપોષિત અને મધ્યમ કુપોષિત એવા 100 જેટલા બાળકોને પોષિત-સ્વસ્થ બનાવવાના અભિયાનના ભાગરૂપે બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર દ્રારા આંગણવાડીની બહેનોને પોષણ કીટનું વિતરણ કરાયું હતું.

બહુચરાજીઃ અતિ કુપોષિત બાળકો માટે પોષણ કીટનું વિતરણ કરાયું

બહુચરાજી તાલુકા પંચાયતમાં યોજાયેલા કાર્યક્રમમાં વિ.ન.પટેલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત સંકલિત બાળવિકાસ યોજના, આઇસીડીએસ ઘટક બહુચરાજીની આંગણવાડી સંચાલક બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જેમાં ધારાસભ્યએ અતિકુપોષિત બાળકોનો ઘટાડો થાય અને બહુચરાજી તાલુકાનું એકપણ બાળક કુપાષિત ન રહે તે માટે બહેનોને ગામમાં ઘરે-ઘરે જઇને લોકજાગૃતિ ઉભી કરવા હાકલ કરી હતી.