બહુચરાજી: લોકડાઉનનો ચુસ્ત અમલ, ચોથા દિવસે હાઇવે બન્યા સુમસામ

અટલ સમાચાર બહુચરાજી (ભૂરાજી ઠાકોર) કોરોના વાયરસની મહામારીને લઇ સમગ્ર ભારત દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારી વાયરસનાં ભરડામાં છે. ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસ પોઝિટિવ કેસ મળતા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઇ બહુચરાજી શહેરમાં તેમજ બહુચરાજી તાલુકાના
 
બહુચરાજી: લોકડાઉનનો ચુસ્ત અમલ, ચોથા દિવસે હાઇવે બન્યા સુમસામ

અટલ સમાચાર બહુચરાજી (ભૂરાજી ઠાકોર)

કોરોના વાયરસની મહામારીને લઇ સમગ્ર ભારત દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારી વાયરસનાં ભરડામાં છે. ભારત દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાયરસ પોઝિટિવ કેસ મળતા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતમાં ૨૧ દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઇ બહુચરાજી શહેરમાં તેમજ બહુચરાજી તાલુકાના આજુબાજુના ગામો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

લોકડાઉનના પગલે બહુચરાજી પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. વૈશ્વિક મહામારીમાં કોરોના વાયરસ સામે લડવા બહુચરાજી શહેરના તેમજ બહુચરાજી પંથકના અંતરિયાળ ગામોની પ્રજા પણ પોલીસ તેમજ સરકારને પૂરતું સમર્થન આપી મહામારી કોરોના વાયરસ સામે લડવા સ્વેચ્છાએ ઘરની બહાર નીકળવાનું ટાળી રહી છે. ગ્રામીણ ક્ષેત્રમાં દૂધ ઉત્પાદક મંડળીઓમાં પણ દૂધ ભરાવતા ગ્રાહકોને એકબીજાથી દોઢ મીટર જેટલું અંતર રાખી દૂર ઊભા રહી દૂધ ભરાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

બહુચરાજી: લોકડાઉનનો ચુસ્ત અમલ, ચોથા દિવસે હાઇવે બન્યા સુમસામ

બહુચરાજીના શંખલપુર ગામમાં ગ્રામપંચાયત દ્વારા ગામમાં આવેલ કરિયાણાની દુકાનો આગળ, તેમજ ઘરઘંટી આગળ એક એક મીટરના અંતરે રાઉન્ડ કરવામાં આવ્યા છે. તેમજ શંખલપુરના ગામલોકો અને પંચાયતના ફાળાથી ગરીબ વર્ગોની સ્થિત આજે પેટે પાટા બાંધવા જેવી છે. તેવા ભૂખ્યા લોકોને બે ટાઈમ જમાડી રહ્યા છે. તેમજ બહુચરાજીના ઉત્સાહી સરપંચને જ્યાં જ્યાં ધ્યાને આવ્યું ત્યાં ભૂખ્યાને ભોજન તેમજ કરિયાણું પણ પહોંચતું કરી આપ્યું છે. તકેદારીના ભાગરૂપે બહુચરાજી તાલુકા આરોગ્ય અધિકારી ડો સુહાગ શ્રીમાળીની ટીમ પણ ખડેપગે સેવા આપી રહી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બહુચરાજી: લોકડાઉનનો ચુસ્ત અમલ, ચોથા દિવસે હાઇવે બન્યા સુમસામ

બહુચરાજી આરોગ્ય વિભાગ જાનની પરવા કર્યા વગર ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે. બહુચરાજી શહેરમાં તેમજ બહુચરાજી તાલુકાના ગામોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત મંદને કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસ મહામારીથી બચવા સરકાર દ્વારા કરાયેલ લોકડાઉનના આદેશનું પાલન કરાવવા બહુચરાજી પી. આઈ.પટેલ અને બહુચરાજી પી.એસ.આઈ ભટ્ટ દ્વારા બહુચરાજી શહેરમાં શક્તિ સર્કલ પાસે પોઇન્ટ ગોઠવી પેટ્રોલિંગ તેજ કરવામાં આવતા બહુચરાજીથી વિરમગામ હાઇવે, બહુચરાજીથી મહેસાણા તરફનો હાઇવે, બહુચરાજી હારીજ તરફનો હાઇવે રોડ અત્યારે વાહનો વિના સૂમસામ જોવા મળી રહ્યા છે.